રાજકોટ એરપોર્ટ પરથી રોજની ૧૨ ફ્લાઈટ્સની ઊંચી ઉડાન

રાજકોટ એરપોર્ટ પરથી રોજની ૧૨ ફ્લાઈટ્સની ઊંચી ઉડાન

રાજકોટ,

ગોવા-પુણેની સીધી સેવા શરૂ થતા દિવાળીમાં ભાડાં આસમાને

રાજકોટના હિરાસર સ્થિત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી હવેથી દરરોજ નિયમિતપણે ૧૨ જેટલી ફ્લાઈટ્સ ઉડાન ભરશે. તહેવારોના આ દિવસોમાં બહારગામ ફરવા જવા ઈચ્છતા નાગરિકો માટે એર કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ પરથી હવે ગોવા અને પુણે જેવા  પ્રવાસન તથા વ્યાપારી સ્થળો માટે સીધી ફ્લાઈટ સેવાઓનો આરંભ કરવામાં આવ્યો છે, જેનાથી સૌરાષ્ટ્રના પ્રવાસીઓનો સમય ઘણો બચી જશે. એક તરફ દૈનિક ફ્લાઈટ્સની સંખ્યા વધીને ૧૨ પહોંચી છે અને નવી સેવાઓ શરૂ થઈ છે, તો બીજી તરફ દિવાળીના વેકેશનને કારણે મુસાફરોની ભારે ભીડ ઉમટતા વિમાનની ટિકિટોના ભાડાં આસમાને પહોંચી ગયા છે. ભાડામાં થયેલા અધધ વધારાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પ્રવાસીઓના મુસાફરીના બજેટ પર ભારે ભારણ વધ્યું છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!