દોંગાની ગેંગે પડાવેલી કરોડોની જમીનનો દસ્તાવેજ  પોલીસ જાપ્તા વચ્ચે ખેડૂતને પરત કરાયો

દોંગાની ગેંગે પડાવેલી કરોડોની જમીનનો દસ્તાવેજ પોલીસ જાપ્તા વચ્ચે ખેડૂતને પરત કરાયો

રાજકોટ,

માત્ર રૂ. ૯ લાખમાં હડપાયેલી રૂ. ૨.૫૦ કરોડની જમીન ખેડૂતને પાછી મળી

શહેરના કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગાની ગેંગના સાગરીતોએ સણોસરાના ખેડૂત લાલજી ફાંગલિયા પાસેથી બળજબરીથી અને ધમકી આપીને હડપ કરી લીધેલી રૂ. ૨.૫૦ કરોડની કિંમતી ૨ એકર જમીન આખરે કોર્ટ અને પોલીસના કડક વલણને કારણે મૂળ માલિકને પરત કરવી પડી છે. ભૂમાફિયા દોંગા અને તેની ગેંગના સાગરીતોએ ગરીબ ખેડૂતને ડરાવી-ધમકાવીને રૂ. ૨.૫૦ કરોડની બજારકિંમત ધરાવતી ૨ એકર જમીન માત્ર રૂ. ૯ લાખ જેવી નજીવી રકમમાં છળકપટ પૂર્વક જીતેન્દ્ર નસિત અને હરેશ કાંટાવાળાના નામે કરાવી લીધી હતી.

આ ઘટનામાં ખાસ બાબત એ બની કે, જેલમાં બંધ આરોપીઓને એક દિવસના જામીન સ્વ ખર્ચે બંદોબસ્ત મેળવી ખાસ પોલીસ જાપ્તા હેઠળ સબ-રજિસ્ટ્રાર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે વિધિવત રીતે રૂ. ૨.૫૦ કરોડની કિંમતી જમીનનો રી-દસ્તાવેજ ખેડૂતના નામે કરવામાં આવ્યો હતો. પોલીસ અને કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત બનેલી આ ઘટનાથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!