રેસકોર્સ આર્ટ ગેલેરીમાં ૧૦ દિવસીય સ્વદેશી મહામેળાનો ધમાકેદાર પ્રારંભ Oct 23, 2026 રાજકોટ,દિવાળીની ખરીદીમાં હસ્તકલા અને ગૃહઉદ્યોગની ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્રશહેરના રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે આજથી દસ દિવસીય સ્વદેશી મહામેળાનો પ્રારંભ થયો છે. આ મહામેળામાં સ્થાનિક કારીગરો, ગૃહઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ અને હસ્તકલાના કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ પ્રોડક્ટ્સ અને ચીજવસ્તુઓના આકર્ષક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. જેમાં દિવાળીના તહેવારો માટે જરૂરી સુશોભન સામગ્રી, હાથબનાવટના દીવડા, તોરણો, પરંપરાગત વસ્ત્રો, ગૃહઉપયોગી વસ્તુઓ અને વિશિષ્ટ વાનગીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મેળો આગામી ૧૦ દિવસ સુધી રાજકોટના નાગરિકો માટે ખુલ્લો રહેશે. દિવાળીની ખરીદીમાં લોકો ચાઈનીઝ કે વિદેશી વસ્તુઓના બદલે સ્વદેશી અને સ્થાનિક સ્તરે બનેલી વસ્તુઓ તરફ વળે અને પ્રોત્સાહન આપે તે આ આયોજનનો મુખ્ય હેતુ છે. પ્રારંભિક દિવસે જ મોટી સંખ્યામાં નગરજનોએ ખરીદી માટે ઉમટી પડી પ્રોત્સાહક પ્રતિસાદ આપ્યો હતો. Previous Post Next Post