ભારતની સરહદ નજીક ડ્રેગન વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યો છે

ભારતની સરહદ નજીક ડ્રેગન વિશ્વનો સૌથી મોટો ડેમ બનાવી રહ્યો છે

નવી દિલ્હી,

ચીનની વધુ એક નાપાક ચાલથી આસમ-અરૂણાચલ માટે મોટું સંકટ

ચીન પોતાની વિસ્તરણવાદી નીતિઓ અને નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ લઈ રહ્યું નથી. તાજેતરના અહેવાલો અને સેટેલાઇટ તસવીરો મુજબ, ચીને તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે, જે ભારત માટે ગંભીર સુરક્ષા અને પર્યાવરણીય ખતરો ઉભો કરી શકે છે.

યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં 'સિયાંગ' તરીકે પ્રવેશ કરે છે અને આગળ જતાં અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે. નિષ્ણાતોના મતે, આ મેગા-ડેમના કારણે નદીના કુદરતી પ્રવાહમાં મોટો ફેરફાર આવી શકે છે. આ પ્રોજેક્ટના પરિણામે અરૂણાચલ પ્રદેશ અને અસમમાં પૂરની જોખમી સ્થિતિ સર્જાઈ શકે છે, સાથે જ નીચલા વિસ્તારોમાં ખેતી અને પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચવાની ભીતિ છે. જોકે ચીન આ પ્રોજેક્ટને માત્ર જળવિદ્યુત પેદા કરવા માટેનું માધ્યમ ગણાવી રહ્યું છે, પરંતુ ભારત માટે આ પ્રાદેશિક સંતુલન બગાડનારું સાબિત થઈ શકે છે.

ચીનના આ આક્રમક નિર્માણ કાર્ય પર ભારત સરકાર સતત ચાંપતી નજર રાખી રહી છે. લોકસભામાં આપવામાં આવેલી માહિતી મુજબ, સરકાર બ્રહ્મપુત્ર નદી બેસિનની દરેક ગતિવિધિનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે. ભારત સરકાર ચીન સમક્ષ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી ચૂકી છે અને સરહદ પારની નદી પરિયોજનાઓમાં સંપૂર્ણ પારદર્શિતા તેમજ રીઅલ-ટાઇમ ડેટા શેર કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પૂર્વોત્તર ભારતમાં પૂરની આગાહી કરતી સિસ્ટમ અને નદી મોનિટરિંગ નેટવર્કને ઝડપથી અપગ્રેડ કરી રહી છે, જેથી સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ