પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે Oct 27, 2026 નવી દિલ્હી,આંધ્રપ્રદેશ અને પુડુચેરીના દરિયાકાંઠે એલર્ટ: ૫૩ ટ્રેનો રદ્દ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધબંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત 'અર્નબ' હવે અત્યંત શક્તિશાળી અને પ્રચંડ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. આ વાવાઝોડું આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીના યાનમ વિસ્તાર વચ્ચેના દરિયાકાંઠાને અસર કરી શકે છે, જેને લઈને આગામી ૩૬ કલાક ભારે તબાહીના ખતરાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ અને મહત્વના સાબિત થશે.આંધ્રપ્રદેશમાં ૨૭ અને ૨૮ ઑક્ટોબર માટે નિર્ધારિત ૫૩ જેટલી મહત્વપૂર્ણ ટ્રેન સેવાઓ રદ કરી દેવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ ટૂંકા કરવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમ, કોરાપુટ, કિરંડુલ અને વિજયવાડા જેવા વિસ્તારોમાં રેલવે દ્વારા સ્થિતિ ચકાસીને જ મુસાફરી કરવા સૂચના અપાઈ છે. આંધ્રપ્રદેશના સાત જેટલા પ્રભાવિત જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ અને શાળાઓ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.સંભવિત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત ખસેડવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સજ્જ રખાઈ છે. વાવાઝોડાની આ અસરો તેલંગાણા, દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ તેમજ બિહાર અને ઉત્તરપ્રદેશ સુધી ભારે વરસાદ અને પવનરૂપે વર્તાવાની સંભાવના છે. Previous Post Next Post