નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી Oct 27, 2026 નવી દિલ્હી,અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ કમિટીના નિર્ણયથી નારાજ નોર્વેની નોબેલ શાંતિ પુરસ્કાર સમિતિ દ્વારા આ એવોર્ડ ન આપવામાં આવતા ટ્રમ્પ જાહેરમાં રોષે ભરાયા છે. ગુસ્સામાં આવેલા ટ્રમ્પે ઓસ્લો સ્થિત નોબેલ કમિટીના આ નિર્ણયને અયોગ્ય ગણાવતા નોર્વે દેશ વિશે અપશબ્દો વાપર્યા હતા અને તેને નિશાન બનાવ્યું હતું.ટ્રમ્પે આક્રમક અંદાજમાં એવું પણ નિવેદન આપ્યું હતું કે, "મને નોબેલ પુરસ્કાર ન મળવાને કારણે હવે હું નોર્વેના કોઈપણ નાગરિકને અમેરિકામાં પ્રવેશવા નહીં દઉં." નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવાના અપમાનથી નારાજ ટ્રમ્પે નોર્વે સાથે કોઈ પણ પ્રકારનો નાતો ન રાખવાની વાત કરી હતી. અમેરિકી નેતાના આ અણધાર્યા અને ઉગ્ર નિવેદનને કારણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને વૈશ્વિક સ્તરે આ નિવેદનની વ્યાપક આલોચના થઈ રહી છે. Previous Post Next Post