ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

અમદાવાદ,

કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું આકરું વલણ, ગુનેગારોમાં વ્યાપ્યો ભારે ફફડાટ

ગુજરાતમાં ગુનાખોરી ડામવા અને અસામાજિક તત્વોમાં કાયદાનો કડક ડર બેસાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલું 'ઓપરેશન લંગડા' અત્યંત સફળ સાબિત થઈ રહ્યું છે. ગંભીર ગુનાઓ આચરીને પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો કે પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરતા કુખ્યાત આરોપીઓ સામે પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી છે.

સત્તાવાર આંકડાઓ મુજબ, છેલ્લા બે વર્ષના ટૂંકા ગાળામાં ગુજરાત પોલીસે અલગ-અલગ બનાવોમાં કડક પગલાં લેતા કુલ ૨૧ આરોપીઓ પર ગોળીબાર કર્યો છે. આ સ્વબચાવ અને વળતા પ્રહારની કાર્યવાહી દરમિયાન બે કુખ્યાત આરોપીઓના મોત પણ નીપજ્યા છે. વર્ષવાર આંકડાઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૨૫ દરમિયાન ૧૦ આરોપીઓ સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે વર્ષ ૨૦૨૬ માં અત્યાર સુધી ૧૧ આરોપીઓ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસની આ ઝંઝાવાતી અને આકરી નીતિના કારણે રાજ્યભરના અસામાજિક તત્વો અને ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

You may also like

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

ગુજરાત પોલીસનું 'ઓપરેશન લંગડા' સુપર હિટ: બે વર્ષમાં ૨૧ ગુનેગારો પર ફાયરિંગ

પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે

પ્રચંડ 'અર્નબ' વાવાઝોડાથી ૧૪૦ કિમીની ગતિએ પવન ફૂંકાશે, આગામી ૩૬ કલાક અત્યંત ભારે

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં ટ્રમ્પ નોર્વે પર ભડક્યા: યુએસમાં પ્રવેશબંધીની ચીમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી

આમિર ખાનને લવ જેહાદ મુદ્દે લોરેન્સ ગેંગની ખુલ્લી ધમકી