ઇલોન મસ્ક હવે પૃથ્વી છોડીને અવકાશમાં ડેટા સેન્ટરનું સાહસ કરશે

ઇલોન મસ્ક હવે પૃથ્વી છોડીને અવકાશમાં ડેટા સેન્ટરનું સાહસ કરશે

નવી દિલ્હી,


વિશ્વના સૌથી ધનવાન ઉદ્યોગપતિ અને ટેકનોલોજી જાયન્ટ ઈલોન મસ્કે પૃથ્વી પર ઘટતી જતી જમીનને ધ્યાનમાં રાખીને એક અત્યંત મહત્ત્વાકાંક્ષી અને ભવિષ્યવાદી યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત તેઓ હવે પૃથ્વીના બદલે સીધા અવકાશ (સ્પેસ)માં જ વિશાળ ડેટા સેન્ટર્સ સ્થાપવાની તૈયારી કરી રહ્યા છે. મસ્કે આગામી ૨૦૨૭ના અંત સુધીમાં આ અનોખો પ્રોજેક્ટ લૉન્ચ કરવાનો ટાર્ગેટ પણ નિર્ધારિત કર્યો છે, જેમાં તેમની અગ્રણી કંપનીઓ ‘સ્પેસએક્સ’ અને ‘સ્ટારલિંક’ મુખ્ય ભૂમિકા ભજવશે. વર્તમાન સમયમાં AI ટેકનોલોજીના અભૂતપૂર્વ ઉદય અને વ્યાપક ઉપયોગને કારણે ડેટા સેન્ટર્સની માંગ સમગ્ર વિશ્વમાં બેફામ રીતે વધી રહી છે. જો કે, પૃથ્વી પર ડેટા સેન્ટર્સનું સંચાલન કરવું હવે અનેક મુશ્કેલીઓ નોતરી રહ્યું છે. તેના માટે ભારે માત્રામાં વીજળીનો વપરાશ થાય છે, કૂલિંગ (ઠંડા રાખવા) માટે વિપુલ પ્રમાણમાં પાણીની આવશ્યકતા રહે છે અને સૌથી મોટો પ્રશ્ન વિશાળ જમીનનો વિસ્તાર ફાળવવાનો છે. પૃથ્વી પર જમીન ખૂટી પડવા લાગી છે અને પર્યાવરણીય ચિંતાઓને કારણે ડેટા સેન્ટર્સના વિરોધમાં પણ વધારો થઈ રહ્યો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલરૂપે ઈલોન મસ્કે અવકાશમાં ડેટા સેન્ટર્સ સ્થાપવાનો વિચાર વહેતો મૂક્યો છે, જેનાથી પૃથ્વી પરના ઉર્જા સંકટને પણ નિવારી શકાશે અને જમીનની જરૂરિયાત સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે.

You may also like

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર

દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ