દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક ભાગોમાં વાવાઝોડાની પ્રચંડ અસર Oct 29, 2026 નવી દિલ્હી ,ચક્રવાત 'અર્નબ'નો કહેર: 7 રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેરઆંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકેલું ચક્રવાતી વાવાઝોડું 'અર્નબ' હવે ભલે ધીમે-ધીમે નબળું પડી રહ્યું હોય, પરંતુ તેની ઘાતક અસર હજુ પણ દેશના અનેક વિસ્તારોમાં યથાવત છે. હવામાન વિભાગ મુજબ, આ વાવાઝોડાના પ્રભાવ હેઠળ આગામી 48 કલાકમાં દેશના 7થી વધુ મુખ્ય રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.વાવાઝોડાની આ અસરો હેઠળ રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશ સહિત બિહાર, ઝારખંડ, હરિયાણા, ઉત્તર છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી તથા સિક્કીમ ક્ષેત્રોમાં તેજ પવન સાથે ગાજવીજ અને મુશળધાર વરસાદ પડવાની પૂરી સંભાવના છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ ઉત્તર-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે અને જો કે તે ટૂંક સમયમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. Previous Post Next Post