ઓનલાઇન ખરીદીમાં પણ એક જ ઓર્ડર પર 5 કિલોથી વધુ ખાંડ નહી

ઓનલાઇન ખરીદીમાં પણ એક જ ઓર્ડર પર 5 કિલોથી વધુ ખાંડ નહી

મુંબઈ,

બ્રાન્ડેડ મોલમાં ગ્રાહકો માટે ખાંડ ખરીદવાની લિમિટ નક્કી કરાઈ

​દેશમાં આગામી તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ ખાંડના પુરવઠામાં ખેંચ ઊભી થઈ છે, જેનાં કારણે ગ્રાહકો અને પેક્ડ ફૂડ બનાવતી કંપનીઓ માટે મુશ્કેલીઓ વધી છે. છેલ્લાં બે મહિનામાં જ ખાંડના રિટેલ ભાવમાં લગભગ 40 ટકા જેટલો જંગી વધારો નોંધાયો છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જથ્થો જાળવી રાખવા માટે સુપરમાર્કેટ ચેઈન ડી-માર્ટ તેમજ બ્લિંકિટ, બિગબાસ્કેટ અને સ્વિંગી ઇન્સ્ટામાર્ટ જેવાં ક્વિક-કોમર્સ પ્લેટફોર્મ્સે ગ્રાહકો માટે ખાંડની ખરીદી પર મર્યાદા (કેપ) મૂકી દીધી છે.

હાલમાં મોટાભાગનાં સ્ટોર્સ અને ઓનલાઈન એપ્લિકેશન્સ પર પ્રતિ ગ્રાહક 1 કિલોના 3 થી 5 પેકેટ અથવા 5 કિલોનું એક જ પેકેટ ખરીદવાનો નિયમ લાગું કરી દેવાયો છે. પુણેના ડી-માર્ટમાં એક બિલ પર માત્ર 5 કિલો ખાંડ આપવાનું બોર્ડ મારી દેવાયું છે

જ્યારે દિલ્હી અને પુણે જેવા શહેરોમાં એપ્લિકેશન્સ પર ગ્રાહકોને "મર્યાદિત જથ્થો ઉપલબ્ધ છે" તેવો મેસેજ બતાવીને 1 થી 5 કિલોથી વધુનો ઓર્ડર લેવાનું બંધ કરાયું છે. સ્ટોર્સનો હેતુ એ છે કે વધુમાં વધુ ગ્રાહકોને ખાંડ મળી રહે અને કોઈ એક જ વ્યક્તિ બધો જથ્થો ખરીદી ન જાય.

આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ ખાંડના ઉત્પાદનમાં અપેક્ષા કરતાં આવેલો મોટો ઘટાડો છે. સુગર ઈન્ડસ્ટ્રીના સંગઠનો દ્વારા ઉત્પાદનના ખોટા અંદાજો લગાવાયા હતા, અને તે દરમિયાન દેશમાંથી 8 લાખ ટન ખાંડની નિકાસ પણ થઈ ગઈ હતી.

વધુમાં, કેટલાક વેપારીઓ દ્વારા કરવામાં આવેલી સંગ્રહખોરીને કારણે પણ બજારમાં કૃત્રિમ અછત સર્જાઈ છે. મિલ સ્તરે જે ખાંડ જૂનના પ્રથમ અઠવાડિયામાં ₹41 પ્રતિ કિલો હતી, તે વધીને ₹65 સુધી પહોંચી ગઈ હતી. જોકે સરકારી પગલાં બાદ તે ઘટીને ₹58 આસપાસ આવી છે. પરિસ્થિતિ કાબૂમાં લેવા સરકારે ગયા અઠવાડિયે 10 લાખ ટન કાચી ખાંડની આયાત કરવાની મંજૂરી આપી છે. ઉત્પાદકોનું કહેવું છે કે. જો ખાંડના ભાવ ઊંચા રહેશે તો ગ્રાહકો પર આ મોંઘવારીનો બોજ પાસ કરવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ