આજી-૧ ડેમમાં સૌની યોજનાથી નર્મદાના નીર ઠલવાયા, પાણીની ચિંતા ટળી Nov 03, 2026 રાજકોટ,આગામી એક મહિનામાં જ ડેમ છલોછલ ભરાઈ જવાની આશારાજકોટની જીવાદોરી સમાન આજી-૧ ડેમમાં 'સૌની યોજના' અંતર્ગત નર્મદા નદીના નીર પહોંચાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને સત્વરે લેવાયેલા નિર્ણયના કારણે હવે શહેરમાં પાણીની કોઈ પણ પ્રકારની તંગી કે અછત નહીં સર્જાય તેવી ખાતરી આપવામાં આવી છે.સૌની યોજનાના લિંક પાઈપલાઈન નેટવર્ક દ્વારા નર્મદાના વધારાના નીરને આજી-૧ ડેમમાં ઠાલવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે યુદ્ધના ધોરણે ચાલુ રહેશે. આ વિશેષ અભિયાન હેઠળ માત્ર એક જ મહિનાના ટૂંકા સમયગાળામાં આજી-૧ ડેમને તેની સંપૂર્ણ સપાટી સુધી ભરી દેવામાં આવશે. Previous Post Next Post