થલતેજ આગકાંડ: મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

થલતેજ આગકાંડ: મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

અમદાવાદ,

બિલ્ડિંગના બીજા માળે ફાટી નીકળેલી ભીષણ આગમાં ફાયર બ્રિગેડે  3 લોકોનો બચાવ કર્યો

અમદાવાદ શહેરના થલતેજમાં આવેલા 'મેગ્નેટ કોર્પોરેટ હાઉસ' (મેગ્નેટ ફ્લોરા)માં મોડી રાત્રે બિલ્ડિંગના બીજા માળે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચારેય બાજુ ધુમાડો ફેલાઈ ગયો હતો, જેના કારણે ફ્લોર પર કામ કરી રહેલા કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને ગભરાટ ફેલાઈ ગયો હતો.

આ ભયાનક આગ અને ગૂંગળામણભર્યા વાતાવરણથી બચવા માટે જીવના જોખમે નીચે કૂદી પડેલા મૂળ રાજકોટના એક યુવકનું કમનસીબ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને હાઇડ્રોલિક સીડી તથા રેસ્ક્યૂ સાધનોની મદદથી ફસાયેલા અન્ય 3 લોકોને સહીસલામત બહાર કાઢ્યા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

You may also like

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

રાજસ્થાનથી દારૂ લાવ્યા હોવાની ડેકોરાના MD ચિરાગ પટેલની કબૂલાત, હોટેલ માલિકની પૂછપરછ થશે

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત

મધ્યપ્રદેશના કાન્હા ટાઇગર રિઝર્વમાં જીવલેણ સીડીવી વાયરસથી અનેક વાઘનાં મોત

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ગુજરાતનું GST કલેક્શન 16% સાથે દેશમાં સૌથી વધુ: ઓક્ટોબરમાં 13,516 કરોડથી વધુની આવક

ભાણવડના પાછતર ગામે વાડીના ધોરીયાનું પાણી પીતાં યુવકનું કરુણ મોત

ભાણવડના પાછતર ગામે વાડીના ધોરીયાનું પાણી પીતાં યુવકનું કરુણ મોત