કેપ્ટનના પિતરાઈનો પરિવાર પીએમ સાથે થયેલા સ્મિતના વીડિયો કોલિંગથી ગૌરવાન્વિત

કેપ્ટનના પિતરાઈનો પરિવાર પીએમ સાથે થયેલા સ્મિતના વીડિયો કોલિંગથી ગૌરવાન્વિત

રાજકોટ,

કેપ્ટન સ્મિતની તબિયતમાં સુધારા સાથે વતન વાપસીની પ્રાર્થના

ભારતના સાહસિક યુવાન કેપ્ટન સ્મિતના પિતરાઈ ભાઈ પુલકિત મચ્છર અને તેમના પત્ની ગાયત્રીબેનને કટોકટીના આ સમય દરમિયાન સ્મિત સાથે સીધો સંપર્ક થઈ શક્યો ન હતો. આ ઘટનાની માહિતી તેમને સૌપ્રથમ સમાચાર માધ્યમથી જ પ્રાપ્ત થઈ હતી કે તેમના ભાઈએ કેવી રીતે અસીમ સાહસ દાખવીને પ્રવાસીઓના પ્રાણ બચાવ્યા છે.

શરૂઆતમાં કેપ્ટન સ્મિતની તબિયત ગંભીર હોવાના  સમાચાર મળતા સમગ્ર પરિવાર ભારે ચિંતામાં મૂકાઈ ગયો હતો. જો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે કેપ્ટન સ્મિત સાથે વીડિયો કૉલ દ્વારા સીધી વાતચીત કરી, ત્યારે આખા પરિવારે પણ પ્રધાનમંત્રીના આ વીડિયો માધ્યમથી જ વ્હાલા ભાઈના દર્શન કર્યા હતા અને તેમની ખબર-અંતર જાણી હતી. હાલમાં પરિવાર દ્વારા સ્મિત જલ્દીથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય અને સહી-સલામત ભારત પરત ફરે તે માટે સતત ઈશ્વરને પ્રાર્થના કરવામાં આવી રહી છે.

You may also like

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

અમદાવાદ-મુંબઈ વચ્ચે 249 કિ.મીની ઝડપે દોડશે દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

ડિજિટલ અરેસ્ટ કરનારાઓને જામીન મળવા મુશ્કેલ બનશે: સુપ્રીમ કોર્ટનું કડક વલણ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

બાબા બાગેશ્વર દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ પર નિવેદનથી ભારે રોષ

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત

રાજકોટના રેલનગર-શીતલ પાર્ક રોડ પર અસહ્ય ધૂળ અને ખાડાઓથી લોકો ત્રસ્ત