વળતર મુદ્દે ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ખેડૂતો મક્કમ

વળતર મુદ્દે ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા ખેડૂતો મક્કમ

રાપર,

રાપરના પ્રાગપરમાં યોજાયેલા સંમેલનમાં જેતપર સત્યાગ્રહ છાવણીની લડતને ખેડૂતોનો એ પૂર્ણ ટેકો

મોરબી જિલ્લાના જેતપર ખાતે સત્યાગ્રહ છાવણી બનાવીને છેલ્લા પાંચ મહિનાથી અડગ રહીને આંદોલન ચલાવી રહેલા ખેડૂતોના સમર્થનમાં કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પ્રાગપર ગામે એક વિશેષ 'અસરગ્રસ્ત ખેડૂત જાગૃતિ સંમેલન' યોજાયું હતું. આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ એક અવાજે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પ્રત્યેક ખેડૂતને તેનું યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન સમેટાશે નહીં.

સંમેલનમાં ઉપસ્થિત ખેડૂત આગેવાનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોની એકતા તોડવા અને આ શાંતિપૂર્ણ આંદોલનને કચડી નાખવા માટે કેટલાક તત્વો દ્વારા આંદોલનકારીઓને કોરા ચેક આપી નાણાકીય લાલચો આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, આંદોલનનું નેતૃત્વ કરતા નિર્દોષ ખેડૂતો પર ખોટા પોલીસ કેસો દાખલ કરીને તેમને ડરાવવા અને ધાકધમકી આપવાના પ્રયાસો પણ થઈ રહ્યા છે. પરંતુ ખેડૂતોએ આવા કોઈ પણ દબાણ સામે ઝૂકવાનો ઇનકાર કરીને જેતપર છાવણી ખાતે ચાલતી આ લડતને વધુ મજબૂત બનાવી આરપારની લડાઈ લડવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ