ટાઈગર શ્રોફ પર હુમલાના તાર છેક શાહજહાંપુર સુધી પહોંચ્યા

ટાઈગર શ્રોફ પર હુમલાના તાર છેક શાહજહાંપુર સુધી પહોંચ્યા

શાહજહાંપુર,

સોનીપત અને સીતાપુર કનેક્શન ખુલતા ક્રાઈમ બ્રાન્ચની ગહન પૂછપરછ

બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફની કાર પર થયેલા હુમલા (ગોળીબાર)ના હાઇપ્રોફાઇલ કેસની તપાસ વધુ તેજ બની છે. આ કેસની તપાસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ૪ થી ૫ સભ્યોની વિશેષ ટીમ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના પોવાયન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચી છે. ક્રાઈમ બ્રાન્ચે ગુપ્તતા જાળવીને ત્યાંના સ્થાનિક યુવકની પૂછપરછ હાથ ધરી છે, જે થોડા સમય પહેલાં જ હરિયાણાના સોનીપતથી પરત ફર્યો હતો.

આ પહેલાં દિલ્હી પોલીસે શાહજહાંપુરથી અંદાજે ૧૦૦ કિલોમીટર દૂર સીતાપુર જિલ્લામાંથી એક યુવતીની ધરપકડ કરી હતી, જેના પર હુમલાખોરોને કાનૂની કે લોજિસ્ટિક મદદ કરવાનો આક્ષેપ છે. તપાસમાં હરિયાણાના સોનીપત અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોનું કનેક્શન સામે આવતાં મુંબઈ પોલીસ હવે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. જોકે, તપાસની સંવેદનશીલતા અને ગુપ્તતા જાળવી રાખવા સ્થાનિક શાહજહાંપુર પોલીસે આ પૂછપરછ અંગે સત્તાવાર કશું જાહેર કરવાનો ઇનકાર કર્યો છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!