લાલ સમુદ્રમાં હુમલા બાદ ઓમાની વહાણમાં આગ: ગુજરાતના ૧૪ ખલાસીઓનો આબાદ બચાવ Oct 24, 2026 નવી દિલ્હી,ભારતીય દૂતાવાસે તમામ નાગરિકો હેમખેમ હોવાની કરી સત્તાવાર પુષ્ટિયમનના ઝુકાર ટાપુ નજીક દરિયાઈ માર્ગે જઈ રહેલા એક ઓમાની ધ્વજવાળા વહાણ પર અચાનક ભીષણ હુમલો કરવામાં આવતા વહાણમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ વહાણમાં કુલ ૧૪ જેટલા ભારતીય ખલાસીઓ સવાર હતા, જેઓ ગુજરાતના જામનગર જિલ્લાના સલાયા અને સિક્કા પંથકના વતની છે. આ ગંભીર કટોકટીની સ્થિતિમાં યમનના સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના પરિણામે તમામ ૧૪ નાગરિકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. બચાવ્યા બાદ તમામ ખલાસીઓને હુદૈદાહ વિસ્તારની એક સુરક્ષિત હોટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. આ મામલે ભારતીય દૂતાવાસે સત્તાવાર પુષ્ટિ કરી છે કે તમામ ખલાસીઓ સુરક્ષિત છે. Previous Post Next Post