રાજીવ ગાંધી સાથે સોનિયા ગાંધીની લવ સ્ટોરી કેમ્બ્રિજની ગ્રીક રેસ્ટોરાંથી શરૂ થઈ હતી

રાજીવ ગાંધી સાથે સોનિયા ગાંધીની લવ સ્ટોરી કેમ્બ્રિજની ગ્રીક રેસ્ટોરાંથી શરૂ થઈ હતી

નવી દિલ્હી,

આત્મકથાના અનાવરણ પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને યાદો તાજી કરી 

કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધીએ તેમની આગામી આત્મકથા ‘બિલોંગિંગ: અ જર્ની ઓફ લવ’ના સંદર્ભમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેના કારણે રાજકીય અને સાહિત્યિક વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. આ વીડિયોમાં તેમણે તેમના અંગત જીવન અને ભૂતકાળની યાદોને તાજી કરી છે.

સોનિયા ગાંધીની આ આત્મકથામાં વર્ષ ૧૯૬૫ની યાદોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે તેઓ ઇંગ્લેન્ડના કેમ્બ્રિજ ખાતે અભ્યાસ કરી રહ્યા હતા. આ દરમિયાન કેમ્બ્રિજની એક ગ્રીક રેસ્ટોરાંમાં તેમની મુલાકાત રાજીવ ગાંધી સાથે થઈ હતી, જ્યાંથી તેમની પ્રેમકથાની શરૂઆત થઈ હતી. પ્રખ્યાત પ્રકાશન સંસ્થા ‘હાર્પરકોલિન્સ ઇન્ડિયા’  દ્વારા આ પુસ્તક આગામી ૧૦ નવેમ્બરે સત્તાવાર રીતે રિલીઝ કરવામાં આવશે, જેમાં ઇટાલીથી લઈને ભારત સુધીની તેમની સફર અને જીવનના મહત્વના સંસ્મરણો જોવા મળશે.

You may also like

રેલવે પ્લેટફોર્મના  કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

રેલવે પ્લેટફોર્મના કાઉન્ટર ટિકિટ પર પણ મળશે ₹10 લાખનું વીમા કવચ

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: ઈશાન કિશન ત્રીજી T20 મેચમાંથી પણ બહાર, બેકઅપ વિકેટકીપર તરીકે કુમાર કુશાગ્ર ટીમ સાથે રહેશે

જળસંકટ નિવારવા  દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

જળસંકટ નિવારવા દિલ્હીમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓની મળશે મહત્ત્વની બેઠક

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ  રેકોર્ડ

શિયાળા પહેલાં મુંબઈ-અમદાવાદમાં પ્રદૂષણે તોડ્યા તમામ રેકોર્ડ