બિલિમોરામાં બુલેટ ટ્રેનનું પ્રથમ પાવર સબસ્ટેશન તૈયાર

બિલિમોરામાં બુલેટ ટ્રેનનું પ્રથમ પાવર સબસ્ટેશન તૈયાર

બીલીમોરા,

18,000 ચો.મી.માં ફેલાયેલા ટ્રેક્શન સબસ્ટેશનનું કામ અંતિમ ચરણમાં

મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવસારી જિલ્લાના બિલિમોરા ખાતે દેશની મહત્ત્વની મહત્ત્વાકાંક્ષી યોજના માટેનું પ્રથમ મોટું ટ્રેક્શન સબસ્ટેશન નિર્માણના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. આશરે ૧૮,૦00 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા આ સબસ્ટેશનમાં કંટ્રોલ પેનલ, ટ્રાન્સફોર્મર, સર્કિટ બ્રેકર અને ગેન્ટ્રી ટાવર જેવી મહત્ત્વપૂર્ણ સ્થાપનાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

સમગ્ર ૫૦૮ કિલોમીટર લાંબા આ કોરિડોર માટે કુલ ૧૪ ટ્રેક્શન સબસ્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાંથી ૯ ગુજરાતમાં (વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમદાબાદ, અમદાવાદ અને સાબરમતી) અને ૫ મહારાષ્ટ્રમાં (મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપો) બનાવવામાં આવી રહ્યાં છે. બિલિમોરાના આ કેન્દ્રને GETCOના અંબેઠા ગ્રિડમાંથી ૨૨૦ કે.વી. વીજળી પૂરી પાડવામાં આવશે, જેથી ટ્રેક પર અવિરત અને વિશ્વસનીય વીજ પુરવઠો જળવાઈ રહે.

You may also like

સુરતમાં 'સાયલન્ટ કિલર'નો આંતક: ૨૪ કલાકમાં ત્રણ વ્યકિતનાં રહસ્યમય મોત

સુરતમાં 'સાયલન્ટ કિલર'નો આંતક: ૨૪ કલાકમાં ત્રણ વ્યકિતનાં રહસ્યમય મોત

બિલિમોરામાં બુલેટ ટ્રેનનું પ્રથમ પાવર સબસ્ટેશન તૈયાર

બિલિમોરામાં બુલેટ ટ્રેનનું પ્રથમ પાવર સબસ્ટેશન તૈયાર

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી