સુરતમાં 'સાયલન્ટ કિલર'નો આંતક: ૨૪ કલાકમાં ત્રણ વ્યકિતનાં રહસ્યમય મોત

સુરતમાં 'સાયલન્ટ કિલર'નો આંતક: ૨૪ કલાકમાં ત્રણ વ્યકિતનાં રહસ્યમય મોત

સુરત,

ડભોલી, પાંડેસરા અને ડિંડોલી વિસ્તારમાં બનેલી ઘટનાઓએ ચકચાર મચાવી

સુરત શહેરમાં અચાનક બેભાન થઈને ઢળી પડવાથી કે ઊંઘમાં જ મોતને ભેટવાના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ૩ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નીપજતાં ભારે હાહાકાર મચી ગયો છે.

પ્રથમ ઘટના ડભોલી વિસ્તારમાં બની હતી જ્યાં રોજિંદું કામ કરી રહેલો એક યુવાન અચાનક ચક્કર આવવાથી જમીન પર પટકાઈ ગયો હતો, જેને હોસ્પિટલ પહોંચાડાય તે પૂર્વે જ તેનું મોત થયું હતું. બીજી ઘટના ડિંડોલી વિસ્તારમાં બની હતી, જ્યાં ફરજ બજાવતા એક પોસ્ટમેન અચાનક ઢળી પડ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતા મૃત જાહેર કરાયા હતા. જ્યારે ત્રીજી દુર્ઘટના પાંડેસરા વિસ્તારમાં સામે આવી હતી, જ્યાં રાત્રે પરિવાર સાથે ભોજન કરી સૂઈ ગયેલો એક યુવક સવારે ઊઠ્યો જ નહોતો અને તેનું ઊંઘમાં જ રહસ્યમય મોત નીપજ્યું હતું.

આ ત્રણેય અકુદરતી અને અચાનક થયેલા મોતો પાછળ પ્રાથમિક તબક્કે હાર્ટ એટેક (કાર્ડિયાક અરેસ્ટ) હોવાની પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહોને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

You may also like

સુરતમાં 'સાયલન્ટ કિલર'નો આંતક: ૨૪ કલાકમાં ત્રણ વ્યકિતનાં રહસ્યમય મોત

સુરતમાં 'સાયલન્ટ કિલર'નો આંતક: ૨૪ કલાકમાં ત્રણ વ્યકિતનાં રહસ્યમય મોત

બિલિમોરામાં બુલેટ ટ્રેનનું પ્રથમ પાવર સબસ્ટેશન તૈયાર

બિલિમોરામાં બુલેટ ટ્રેનનું પ્રથમ પાવર સબસ્ટેશન તૈયાર

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

જીએસટી વેપારીઓ માટે મોટી રાહત: હવે સીધી નોટિસ નહીં, ભૂલ સુધારવાની તક

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી

રાજકોટ મનપા ફૂડ શાખા ખાણીપીણીની 46 દુકાનોમાં ત્રાટકી