શિમલામાં પહાડી રસ્તા પરથી ખીણમાં કાર ખાબકતાં પાંચ લોકોના મોત

શિમલામાં પહાડી રસ્તા પરથી ખીણમાં કાર ખાબકતાં પાંચ લોકોના મોત

શિમલા,

સ્થાનિક માતા-પુત્ર અને ૩ નેપાળી શ્રમિકોનાં મોત, ૧ ગંભીર ઇજાગ્રસ્ત

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લા હેઠળ આવતા નાવર ક્ષેત્રમાં આજે શનિવારે સવારે ટિક્કર નજીકના દરોટી લિંક રોડ પર પહાડી રસ્તા પરથી એક કાર અચાનક અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકતાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ અરેરાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.

દરોટી ગામના સ્થાનિક રહેવાસી કલ્પના દેવી અને તેમના પુત્ર કુશલ પોતાની કારમાં નેપાળી ખેતમજૂરોને ઘાસ કાપવાના કામ અર્થે લઈને જઈ રહ્યા હતા. સવારે આશરે ૮:૩૦ વાગ્યાના સુમારે સાંકડા અને તીવ્ર વળાંકવાળા પહાડી માર્ગ પર ચાલકે કાર પરનો કાબૂ ગુમાવી દેતાં વાહન ઊંડી ખાઈમાં ગબડી પડ્યું હતું. આ ગંભીર અકસ્માતમાં દરોટી ગામના માતા કલ્પના દેવી અને પુત્ર કુશલ ઉપરાંત કારમાં સવાર ત્રણ નેપાળી શ્રમિક મહિલાઓ નિર્મલા, મીના અને રોશનીનાં મોત થયાં છે.

You may also like

શિમલામાં પહાડી રસ્તા પરથી ખીણમાં કાર ખાબકતાં પાંચ લોકોના મોત

શિમલામાં પહાડી રસ્તા પરથી ખીણમાં કાર ખાબકતાં પાંચ લોકોના મોત

બાંગ્લાદેશમાં  'દિલ્હી નહીં, ઢાકા'ના નારા સાથે તારિક રહેમાન સરકાર સામે ઉતર્યા લોકો

બાંગ્લાદેશમાં 'દિલ્હી નહીં, ઢાકા'ના નારા સાથે તારિક રહેમાન સરકાર સામે ઉતર્યા લોકો

ઈસરો દ્વારા NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

ઈસરો દ્વારા NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ

એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનામાં નવા ચીફ

એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનામાં નવા ચીફ