ઈસરો દ્વારા NVS-03 નેવિગેશન સેટેલાઈટનું સફળ લોન્ચિંગ Oct 31, 2026 શ્રીહરિકોટા,વિદેશી GPS પર નિર્ભરતા ઘટાડવા ભરેલું મોટું પગલુંદેશની સ્વદેશી નેવિગેશન પ્રણાલીને આધુનિક અને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઈસરોએ NVS-03 નેવિગેશન સેટેલાઇટનું સફળ લોન્ચિંગ કર્યું છે. આ ઉપગ્રહને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડ પરથી GSLV-F18 રોકેટ દ્વારા ૩૦મી ઓક્ટોબરે રાત્રે ૧૧:૫૧ વાગ્યે સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો.આ સ્વદેશી ઉપગ્રહ ભારતીય નેવિગેશન સિસ્ટમ NavIC ની સેવાઓમાં મોટો સુધારો લાવશે, જેનાથી અમેરિકાની જીપીએસ પ્રણાલી પરની નિર્ભરતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ સેટેલાઈટ ભારતીય બનાવટની અણુ ઘડિયાળ અને L1 સિગ્નલથી સજ્જ છે, જે મોબાઈલ ફોન લોકેશન, વાહન ટ્રેકિંગ, દરિયાઈ જહાજોની દિશા નક્કી કરવા તેમજ દેશના સશસ્ત્ર દળો માટે યુદ્ધ અને ઇમરજન્સીની સ્થિતિમાં અત્યંત સચોટ સ્થાનિક ડેટા પ્રદાન કરશે. Previous Post Next Post