એર માર્શલ આશુતોષ દીક્ષિત બન્યા ભારતીય વાયુસેનામાં નવા ચીફ Oct 31, 2026 નવી દિલ્હી,કારગિલ યુદ્ધથી 'ઓપરેશન સિંદૂર' સુધી પરાક્રમએર માર્શલ આશુતોષ દીક્ષિતે દેશના ૨૯મા એરફોર્સ ચીફ તરીકે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. તેમણે અગાઉ આ પદ પર રહેલા એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહનું સ્થાન લીધું છે. આશુતોષ દીક્ષિત પાસે અંદાજે ચાર દાયકાનો લાંબો અને ગૌરવશાળી લશ્કરી અનુભવ છે. તેમની સૈન્ય કારકિર્દી અત્યંત પ્રભાવશાળી રહી છે, જેમાં ઐતિહાસિક કારગિલ યુદ્ધથી લઈને મહત્વપૂર્ણ 'ઓપરેશન સિંદૂર' સુધીના અનેક સંવેદનશીલ અભિયાનોમાં તેમણે પોતાની બહાદુરી અને કુશળ નેતૃત્વ પૂરવાર કર્યું છે. તેમના આ અનુભવ અને વ્યૂહાત્મક કુશળતાને કારણે ભારતીય રક્ષા ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ છે, જ્યારે દુશ્મન દેશોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. Previous Post Next Post