ઇન્ડોનેશિયન પાઇલટ હોવાને કારણે ઇઝરાયલમાં પ્લેનને લેન્ડિંગ મંજૂરી ન મળી, ફ્લાઇટ પરત ફરી

ઇન્ડોનેશિયન પાઇલટ હોવાને કારણે ઇઝરાયલમાં પ્લેનને લેન્ડિંગ મંજૂરી ન મળી, ફ્લાઇટ પરત ફરી

નવી દિલ્હી,

દુશ્મન દેશોના ક્રૂ પર પ્રતિબંધ મુકતા પાઇલટ બદલ્યા બાદ વિમાનને મંજૂરી અપાઈ

ઇથિોપિયાની રાજધાની અદિસ અબાબાથી ઉપાડેલું એક માવાહક વિમાન (કાર્ગો પ્લેન) ઇઝરાયલના તેલ અવીવ સ્થિત બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરવાનું હતું, પરંતુ ફ્લાઇટમાં ફરજ બજાવનાર પાઇલટ ઇન્ડોનેશિયાના નાગરિક હોવાને કારણે ઇઝરાયલી તંત્રએ તેને લેન્ડિંગ કરવાની મંજૂરી આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

ઇઝરાયલ અને ઇન્ડોનેશિયા વચ્ચે રાજદ્વારી સંબંધો ન હોવાને કારણે ઇઝરાયલી સુરક્ષા નિયમો હેઠળ આ પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. વિમાનમાં વજન નિયંત્રણમાં રાખવા માટે પાઇલટે પરત ફરતી વખતે અરબી સમુદ્રમાં હજારો લિટર વધારાનું ઇંધણ  છોડવું પડ્યું હતું અને પ્લેનને પરત અદિસ અબાબા લઈ જવું પડ્યું હતું. ત્યારબાદ એરલાઇન દ્વારા પાઇલટ બદલીને ઇઝરાયલની મંજૂરી ધરાવતો અન્ય પાઇલટ નિયુક્ત કરવામાં આવ્યા બાદ જ વિમાનને ફરીથી ઉડ્ડયન કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો ન ધરાવતા દેશોના કોઈપણ નાગરિકો કે ક્રૂ મેમ્બર્સને દેશના હવાઈ ક્ષેત્ર કે વિમાનમથકો પર પ્રવેશ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!