ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં રાધા અને બબીતા સહિત ચારની ધરપકડ

ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં રાધા અને બબીતા સહિત ચારની ધરપકડ

મુંબઈ,

સોનીપતથી બે મહિલા સહિત ઝડપાયેલા ચાર આરોપીઓએ ટ્રેન દ્વારા મુંબઈ હથિયારો મોકલ્યા હતા

ટાઈગર શ્રોફની કાર પર મુંબઈના જુહુ વિસ્તારમાં થયેલા ફાયરિંગ પ્રકરણમાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં બે મહિલાઓ (રાધા અને બબીતા) અને બે પુરુષો (કુણાલ અને સુમિત) સામેલ છે. આ તમામ આરોપીઓ હરિયાણાના સોનીપતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે અનિલ પંડિતના નિર્દેશ પર કુણાલે અમૃતસરથી પિસ્તોલ અને કારતૂસ મેળવ્યા હતા, ત્યારબાદ રાધા અને બબીતા નામની આ બંને મહિલાઓ કુરિયર તરીકે ટ્રેન દ્વારા મુંબઈ પહોંચી હતી અને ત્યાં લોરેન્સ ગેંગના હેન્ડલરને હથિયારો સપ્લાય કર્યા હતા. ઘટનાને અંજામ આપ્યા બાદ જ્યારે આ મહિલાઓ ટ્રેન દ્વારા પાછી ફરી રહી હતી, ત્યારે 20 ઓક્ટોબરે નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કુણાલ અને સુમિતને સોનીપતથી પકડી લેવામાં આવ્યા હતા. આ મામલે મુંબઈ અને દિલ્હી પોલીસ સંયુક્ત રીતે આગળની કડક તપાસ ચલાવી રહી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!