રામાયણ’ના VFX પર સવાલો ઉઠતા સુપરસ્ટાર યશનો રોષ: દર્શકોને કરી મોટી અપીલ!

રામાયણ’ના VFX પર સવાલો ઉઠતા સુપરસ્ટાર યશનો રોષ: દર્શકોને કરી મોટી અપીલ!

નવી દિલ્હી,

નાની ભૂલો શોધવાનું બંધ કરો, ભારતીય સિનેમાને વૈશ્વિક મંચ પર આગળ વધારવા સહયોગ આપો

હૈદરાબાદ ખાતે આવનારી મોસ્ટ અવેટેડ બિગ-બજેટ ફિલ્મ ‘રામાયણ: પાર્ટ વન’ના પ્રી-રિલીઝ ઇવેન્ટમાં સાઉથના સુપરસ્ટાર અને ફિલ્મના કો-પ્રોડ્યુસર યશ ભારે રોષમાં જોવા મળ્યા હતા. તાજેતરમાં ફિલ્મના ટીઝર અને વિઝ્યુઅલ્સમાં વી.એફ.એક્સ. પર ઉઠેલા સવાલો અને આલોચનાઓ અંગે પ્રતિક્રિયા આપતા યશે દર્શકો અને ચાહકોને કડક અપીલ કરી હતી કે તેઓ ફિલ્મોમાં નાની-નાની ખામીઓ અને ભૂલો શોધવાનું બંધ કરી દે.

યશે જણાવ્યું હતું કે આ ફિલ્મ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે અનોખી ઓળખ અપાવવા માટે બનાવવામાં આવી છે, જેમાં નિર્માતા નમિત મલ્હોત્રા અને તેમની ટીમ દ્વારા કરોડો રૂપિયા અને મોટું વિઝન લગાવાયું છે. યશે ભાવુક અપીલ કરતા કહ્યું હતું કે જો દર્શકો દરેક બાબતમાં નકારાત્મકતા ફેલાવશે તો આવા મોટા પ્રયાસો કરનારા લોકો નિરાશ થશે અને આપણું સિનેમા આગળ વધવાના બદલે પાછળ જતું રહેશે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!