કાલે બહેનો માટે રાજકોટ સિટી બસ અને BRTSમાં આખો દિવસ નિઃશુલ્ક મુસાફરી Aug 27, 2026 રાજકોટ ,દિવસભરમાં ગમે તેટલીવાર અવરજવર કરો, ભાડામાંથી સંપૂર્ણ મુક્તિમહાનગરપાલિકા દ્વારા મહિલાઓ માટે એક ખૂબ જ સરાહનીય અને લોકઉપયોગી નિર્ણય લેવામાં આવ્યો છે. રક્ષાબંધનના પર્વ નિમિત્તે શહેરની બહેનો પોતાના ભાઈને ઘેર સરળતાથી અને કોઈપણ આર્થિક ભાર વગર પહોંચી શકે તે માટે પાલિકા સંચાલિત સિટી બસ અને BRTS સેવામાં મહિલાઓ માટે મુસાફરી સંપૂર્ણપણે મફત જાહેર કરવામાં આવી છે.આ વિશેષ સુવિધા અંતર્ગત રક્ષાબંધનના દિવસે બહેનોએ સિટી બસ કે BRTSમાં મુસાફરી કરતી વખતે કોઈપણ પ્રકારનું ભાડું ચૂકવવું પડશે નહીં. તહેવારના આ પવિત્ર દિવસે મહિલાઓ દિવસ દરમિયાન ગમે તેટલીવાર અને ગમે તે રૂટ પર અવરજવર કરશે તો પણ તેમને ટિકિટ કે ભાડામાંથી સંપૂર્ણ મુક્તિ રહેશે.સામાન્ય રીતે તહેવારની મોસમમાં મુસાફરોની ભારે ભીડ રહેતી હોય છે અને મુસાફરીનો ખર્ચ પણ વધતો હોય છે, ત્યારે મનપા દ્વારા લેવાયેલા આ લોકકલ્યાણકારી પગલાથી બહેનોને મોટી આર્થિક રાહત મળશે તેમજ તેઓ કોઈપણ ચિંતા વગર પોતાના પરિવારજનો સાથે ખુશીથી તહેવાર ઉજવી શકશે. Previous Post Next Post