SBI ડેટા લીકથી લઈને PHP સોફ્ટવેર અને AI ટૂલ્સની ખામીઓએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી

SBI ડેટા લીકથી લઈને PHP સોફ્ટવેર અને AI ટૂલ્સની ખામીઓએ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી

નવી દિલ્હી,

માત્ર 6 દિવસમાં 4 મોટા સાયબર એલર્ટ: શું ડિજિટલ વિશ્વ ખરેખર જોખમમાં છે?

ઓક્ટોબર મહિનામાં માત્ર 6 દિવસના ટૂંકા ગાળામાં વૈશ્વિક સાયબર જગતમાં એક પછી એક ચાર મોટા જોખમો સામે આવતા હલચલ મચી ગઈ છે. આ ઘટનાઓમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ડેટા ચોરી, વિશ્વની ૭૦ ટકા વેબસાઇટ્સનું સંચાલન કરતી PHP સિસ્ટમમાં ગંભીર ખામી, eMudhra ડિજિટલ સર્ટિફિકેટ વિવાદ અને AI ટૂલ્સમાં વાયરસ ઘૂસવા જેવી ગંભીર બાબતો સામેલ છે.

Wiz અને Calif જેવી સાયબર સુરક્ષા કંપનીઓએ AI મોડેલ્સની મદદથી PHP પ્રોગ્રામિંગ ભાષામાં છુપાયેલી બે મોટી ખામીઓ શોધી કાઢી હતી, જેના કારણે ક્લાઉડફ્લેરના જણાવ્યા અનુસાર માત્ર 10 કલાકમાં જ લાખો સાયબર હુમલા થયા હતા. વિકિમીડિયા, ફિનલેન્ડ સરકાર અને સ્કોટલેન્ડની સંસ્થાઓએ સાવચેતીરૂપે વેબસાઇટ્સ બંધ કરી દીધી હતી. આ ઉપરાંત, ભારતની અગ્રણી કંપની eMudhra દ્વારા જારી કરાયેલા ૮ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સમાં ક્રિપ્ટોગ્રાફિક ખામી જણાતાં CERT-In ની દેખરેખ હેઠળ તેને ત્વરિત રદ કરાયા હતા, જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતના સામાન્ય નાગરિકો અને ડિજિટલ સિગ્નેચર સુરક્ષિત છે. 'Siriussim' અને 'Scarletgroup' નામના હેકરો દ્વારા SBI ના ડેટા લીક કરવાના દાવાઓ વચ્ચે ફોરેન્સિક ઓડિટમાં કેટલાક ગ્રાહકોની સંવેદનશીલ માહિતી પ્રભાવિત થયાની પુષ્ટિ થઈ છે.

You may also like

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

ગાંધીનગર સચિવાલયની ખાલી ચેમ્બરોમાં એસી અને લાઈટોનો ધૂમ વપરાશ

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

અમદાવાદમાં નર્મદાની આવક સામે દૈનિક વપરાશ વધતાં પાણી કાપની આશંકાથી ચિંતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

નેતન્યાહુ ચૂંટણીની પૂર્વસંધ્યાએ ઈરાન પર ભીષણ હુમલો કરવાની ફિરાકમાં હતા

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ

પેટ્રોલ-ડીઝલ સહિતની પાંચ મહત્વની વસ્તુઓ જીએસટીના દાયરામાં આવવાના એંધાણ