ભારતના કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં મળ્યો કુદરતી ગેસનો મોટો ખજાનો Oct 24, 2026 નવી દિલ્હી,આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠે ઓઇલ અને ગેસના નવા ભંડારો શોધવાથી વિદેશી અવલંબન ઘટશેદેશના પૂર્વ કિનારે આવેલા આંધ્રપ્રદેશના કાકીનાડા દરિયાકાંઠે આવેલા કૃષ્ણા-ગોદાવરી બેસિનમાંથી કુદરતી ગેસ અને ઓઇલનો એક વિશાળ નવો ભંડાર મળી આવ્યો છે.કૃષ્ણા-ગોદાવરી બેસિનમાં શોધાયેલા આ વિરાટ કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલના ભંડારો દેશની ઊર્જા સુરક્ષા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે. આ શોધને કારણે ભારતની ક્રૂડ ઓઇલ અને ગેસની આયાત પરની નિર્ભરતામાં મોટો ઘટાડો નોંધાશે. વૈશ્વિક બજારમાં જ્યારે પણ ઊર્જા સંકટ ઊભું થાય છે, ત્યારે આવા સ્થાનિક સંસાધનો દેશની અર્થવ્યવસ્થા અને ઉદ્યોગોને અવિરત બળૂર પૂરું પાડવામાં મોટો ભાગ ભજવે છે. આ નવા ભંડારો ઉમેરાવાથી દેશમાં ઘરગથ્થુ તેમજૌદ્યોગિક વપરાશ માટે ગેસની ઉપલબ્ધતા વધુ સરળ બનશે. ઊર્જા નિષ્ણાતોના મતે, આ ખજાનો ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક ખૂબ જ મોટું અને સશક્ત પગલું સાબિત થશે. Previous Post Next Post