રાજ્યની ૩૫ ટકા સસ્તા અનાજની દુકાનોમાં તાંત્રિકમુશ્કેલીઓને કારણે અનાજ વિતરણ ઠપ થવાની સંભાવના

રાજ્યની ૩૫ ટકા સસ્તા અનાજની દુકાનોમાં તાંત્રિકમુશ્કેલીઓને કારણે અનાજ વિતરણ ઠપ થવાની સંભાવના

 રાજકોટ,

તહેવારો ટાણે ઈ-ચલણની જંજાળ: લાખો રેશનકાર્ડ ધારકો ખાંડથી વંચિત રહેવાની ભીતિ


​રાજ્યમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે જ સામાન્ય અને ગરીબ પરિવારો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. જન્માષ્ટમી અને દિવાળી જેવા મહત્ત્વના તહેવારો નજીક છે ત્યારે ગુજરાતના અંદાજે ૨ લાખ જેટલા ગરીબ પરિવારો સસ્તા અનાજની દુકાનો પરથી મળતી ખાંડથી વંચિત રહે તેવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે. રાજ્યભરમાં કાર્યરત અંદાજે ૧૭ હજાર જેટલી સસ્તા અનાજની દુકાનોમાંથી આશરે ૩૫ ટકા જેટલા દુકાનધારકો સમયસર ઈ-ચલણની પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી, જેના કારણે સમગ્ર વિતરણ વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે.

સરકાર દ્વારા અનાજના જથ્થાના વિતરણ અને વહીવટી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે ઈ-ચલણ પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ, ટેક્નિકલ મુશ્કેલીઓ, બેન્કિંગ પ્રક્રિયાની જટિલતા અને આર્થિક ભીડને કારણે મોટા પ્રમાણમાં દુકાનધારકો નિયત સમયમર્યાદામાં ઈ-ચલણની રકમ ભરી શક્યા નથી. ચલણ જમા ન થવાને કારણે આ દુકાનોને આગામી મહિનાનો અથવા તહેવાર પર ફાળવવામાં આવતો ખાંડનો જથ્થો સમયસર મળી શક્યો નથી.

ગુજરાતના હજારો નાના દુકાનધારકો આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, જેની સીધી અસર છેવાડાના માનવી અને ગરીબ પરિવારો પર પડી રહી છે. તહેવારોના દિવસોમાં જ્યારે રેશનકાર્ડ ધારકોને રાશનની દુકાનેથી રાહત દરે ખાંડ અને અન્ય ચીજવસ્તુઓની આશા હોય છે, ત્યારે આ વહીવટી.વિલંબના કારણે લાખો નાગરિકોને ખાંડ વગર જ દિવસો પસાર કરવાની નોબત આવી શકે છે.

સ્થાનિક અનાજ વિતરકો અને એસોસિએશનો દ્વારા આ બાબતે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. દુકાનધારકોની માંગ છે કે ઈ-ચલણ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવે તેમજ આ પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવે, જેથી સમયસર અનાજ અને ખાંડનો જથ્થો દુકાનો સુધી પહોંચી શકે અને ગરીબ પરિવારો તહેવારોની ખુશીઓથી વંચિત ન રહે. જો આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં વિતરણ વ્યવસ્થા વધુ ડોર્મોલ થવાની ભીતિ સેવાઈ રહી છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ