ન્યૂયોર્કમાં ખાલિસ્તાનીઓએ કરેલું રાષ્ટ્રધ્વજનું  અપમાન ભારે પડશે: કેન્દ્રીય મંત્રી રિજ્જુ

ન્યૂયોર્કમાં ખાલિસ્તાનીઓએ કરેલું રાષ્ટ્રધ્વજનું અપમાન ભારે પડશે: કેન્દ્રીય મંત્રી રિજ્જુ

નવી દિલ્હી, 

મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં ભાગવતના કાર્યક્રમ બહાર ખાલિસ્તાની સમર્થકોની ઓછી હરકત

અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત મશહૂર મેડિસન સ્ક્વેર ગાર્ડન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોહન ભાગવતના સંબોધન સાથે જોડાયેલા 'યુનિવર્સલ વનનેસ સેલિબ્રેશન' કાર્યક્રમ દરમિયાન વિદેશી ધરતી પર ભારત વિરોધી અને ખાલિસ્તાની તરફી તત્વો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શનની આડમાં આ અસામાજિક તત્વોએ ભારતના રાષ્ટ્રધ્વજ 'તિરંગા'નું અપમાન કરવાની અત્યંત શરમજનક હરકત કરી હતી, જેને લઈને ભારતીય સમુદાય અને રાજકીય વર્તુળોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

લોકશાહીમાં ટીકાનો અધિકાર, પણ રાષ્ટ્રનું અપમાન ક્યારેય સહન નહીં થાય

આ ઘટના અંગે કડક પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજ્જુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ વિરોધ પ્રદર્શન અને અપમાન સાથે જોડાયેલો એક વીડિયો શેર કર્યો છે. તેમણે આકરી ભાષામાં જણાવ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં કોઈપણ નાગરિકને સંઘ, ભાજપ કે સરકારની નીતિઓની ટીકા કરવાનો કે વિરોધ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પરંતુ રાજકીય કે વૈચારિક વિરોધના નામે દેશ અને રાષ્ટ્રધ્વજનું અપમાન ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં.

મંત્રી રિજ્જુએ ચેતવણીના સૂરમાં જણાવ્યું હતું કે રાષ્ટ્ર અને રાષ્ટ્રપ્રતીકોનું અપમાન કરનાર તત્વોએ આ ગંભીર ભૂલની ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે. ઉલ્લેખનીય છે કે, આરએસએસના શતાબ્દી વર્ષ નિમિત્તે મોહન ભાગવત અમેરિકા, કેનેડા અને યુકેના પ્રવાસે છે, જ્યાં તેઓ ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરી રહ્યા છે. આ ઘટનાએ વિદેશી ધરતી પર સક્રિય થતા ભારત વિરોધી જૂથો સામે કડક પગલાં લેવાની જરૂરિયાત પર વધુ એકવાર ભાર મૂક્યો છે.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ