ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માન

ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' સન્માન

નવી દિલ્હી,

કો-પાયલોટના હુમલા બાદ ગંભીર ઈજાઓ છતાં સાઉદીના એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવી રચ્યો ઇતિહાસ

આકાશમાં સર્જાયેલા ગંભીર કટોકટી અને જોખમી માહોલ વચ્ચે પોતાની અસાધારણ બહાદુરી અને સૂઝબૂઝથી ૧૭૪ મુસાફરોના અમૂલ્ય જીવ બચાવનાર ગુજરાતી મૂળના પ્રખ્યાત પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દ્વારા દેશના અત્યંત પ્રતિષ્ઠિત સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે.

યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાન દ્વારા કેપ્ટન સ્મિત મચ્છર અને તેમની સાહસિક ક્રૂ ટીમને પ્રથમ શ્રેણીના ‘ઓર્ડર ઓફ જાયદ II’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે આ ભવ્ય સમારોહમાં આ સન્માન અર્પણ કર્યું હતું. આ સાથે જ યુએઈ શાસકોએ તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને માનવતાવાદી સાહસની ભરપૂર પ્રશંસા કરી હતી.

ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કો-પાયલોટે હુમલો કરી વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ કેપ્ટન સ્મિત મચ્છરે ભારે ઈજાગ્રસ્ત હોવા છતાં વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર કુશળતાપૂર્વક સુરક્ષિત રીતે લેન્ડ કરાવતાં તમામ ૧૭૪ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

You may also like

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત