ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

ત્રણ ગોલ્ડ મેડલ વિજેતા પેરા એથ્લેટ નીરજ યાદવનો ઝેર પી આપઘાત

નવી દિલ્હી,

ડોપિંગ સસ્પેન્શનના કારણે તણાવમાં રહેતા ચેમ્પિયનના અંતિમ પગલાંથી ખેલ જગતમાં શોક

એશિયન પેરા ગેમ્સમાં દેશ માટે ત્રણ ગોલ્ડ મેડલ જીતનારા નામાંકિત ભારતીય પેરા એથ્લેટ નીરજ યાદવે 42 વર્ષની વયે દિલ્હી સ્થિત પોતાના નિવાસસ્થાને કથિત રીતે ઝેર ગળીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાની પુષ્ટિ કરતા ભારતીય પેરા એથ્લેટિક્સ ટીમના હેડ કોચ એસ. સત્યનારાયણે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. 
નીરજ યાદવ તાજેતરમાં ડોપિંગ સસ્પેન્શન હેઠળ હોવાને કારણે મોટા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ અને એશિયન પેરા ગેમ્સમાં ભાગ લઈ શક્યા ન હતા. આ ડોપિંગ બેન અને કારકિર્દી પર લાગેલા પ્રતિબંધના કારણે તેઓ છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવ અને ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બુધવારે દિલ્હીની એક હોસ્પિટલમાં મૃતક એથ્લેટના પાર્થિવ દેહનું પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે. દેશનું નામ રોશન કરનાર એક ચેમ્પિયન ખેલાડીના આ પ્રકારે અચાનક અને આત્મહત્યા જેવા આત્યંતિક પગલાંથી સમગ્ર દેશના ખેલ જગતમાં ભારે શોક અને સન્નાટો છવાઈ ગયો છે.

You may also like

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

ધનતેરસ-દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

અમદાવાદ મેયરની વાતો કાગળ પર રહી જતાં રસ્તા બિસ્માર

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

કુનો નેશનલ પાર્કમાં 19 મહિનાના બાળ ચિત્તાને ગોળી વાગતાં મોત

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ

ઇઝરાયલમાં ફરી સત્તા કબજે કરવા તરફ આગળ વધી રહ્યા છે બેન્જામિન નેતન્યાહૂ