શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો Oct 29, 2026 અમદાવાદ,વડોદરા અને અન્ય જિલ્લાઓની વિગતો મંગાઈગુજરાતમાં વધતી જતી રખડતા શ્વાનની સમસ્યા અને તેના નિયંત્રણ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા એફિડેવિટ અને ડેટા સામે નારાજગી વ્યક્ત કરતા હાઈકોર્ટે સરકારને કેટલાક આકરા સવાલો કર્યા છે. અદાલતમાં રજૂ થયેલી વિગતો મુજબ, રાજ્યના ૩૪માંથી માત્ર ૧૭ જિલ્લાઓના જ શ્વાનના ખસીકરણ અને રસીકરણના ડેટા ઉપલબ્ધ થયા હતા, જ્યારે બાકીના જિલ્લાઓનો ડેટા ગેરહાજર રહેતા કોર્ટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કેટલાક જિલ્લાઓમાં એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટર્સનો અભાવ હોવાને કારણે ડેટા એકત્ર કરવામાં મુશ્કેલી સર્જાઈ છે, અને ઉદાહરણ તરીકે વડોદરા જેવા શહેરોની સગવડનો ઉપયોગ આસપાસના વિસ્તારો માટે કરવામાં આવે છે. આ મામલે એડવોકેટ મેધા જાની સહિતના પક્ષકારોએ રજૂઆતો કરી હતી. હાઈકોર્ટે શ્વાનને અપાતી રસીની ગુણવત્તા, તેના ઉત્પાદકો અને જિલ્લાવાર સચોટ આંકડાઓ માંગતા આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે. Previous Post Next Post