અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો

મુંબઈ,

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂ અને નિતેશ રાણે સહિતના નેતાઓએ નસીરુદ્દીન પર સાધ્યું નિશાન

અભિનેતા નસીરુદ્દીન શાહે જામિયા મિલિયા ઇસ્લામિયાના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સમર્થન આપતા એક વીડિયોમાં પોતાને "ગર્વિત બૌદ્ધિક નક્સલ" ગણાવ્યા હતા. આ વીડિયોમાં તેમણે કેન્દ્ર સરકાર પર શિક્ષણ વ્યવસ્થાને તોડી પાડવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

નસીરુદ્દીન શાહના આ નિવેદનની આકરી ટીકા કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પ્રતિક્રિયા આપી હતી કે તેઓ અગાઉ નસીરુદ્દીન શાહનું સન્માન કરતા હતા, પરંતુ તેમનો આ અસલ ચહેરો બહુ મોડા સામે આવ્યો છે અને તેઓ એક ખતરનાક 'શહેરી બૌદ્ધિક નક્સલ' છે. આ સિવાય ભાજપના નેતા નિતેશ રાણે સહિતના અગ્રણીઓએ પણ તેમના આ વલણ સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે.

You may also like

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો