SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા Oct 29, 2026 નવી દિલ્હી,કર્ણાટકમાં સૌથી વધુ 716 ઘૂસણખોરોની ઓળખ થઈભારતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી વિશેષ મતદાર યાદી સુધારણા (SIR) ઝુંબેશ દરમિયાન છ રાજ્યોમાંથી આશરે 1,600 શંકાસ્પદ વિદેશી નાગરિકોના નામ ઓળખી કાઢવામાં આવ્યા છે. કુલ 9.86 કરોડથી વધુ મતદારો ધરાવતા વિસ્તારોમાંથી કરોડો નામો હટાવવાની પ્રક્રિયામાં આ આંકડો અત્યંત નાનો સાબિત થયો છે, કારણ કે પંચે રાજ્યોને વિદેશી નાગરિકોનો અલગથી આંકડો એકત્રિત કરવાની કડક સૂચના આપી નહોતી.સૌથી વધુ 716 વિદેશી નાગરિકો કર્ણાટકમાંથી મળી આવ્યા છે, જેમાં એકલા બેંગલુરુ નોર્થમાંથી 545 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ સિવાય દક્ષિણ કન્નડ, ઉડુપી અને ઉત્તર કન્નડમાંથી પણ નેપાળ, અમેરિકા, કેનેડા, બ્રિટન અને નાઇજીરિયા સહિતના દેશોના નાગરિકો નોંધાયેલા મળ્યા હતા. કેરળમાંથી 500, ગોવામાંથી 419 અને ઝારખંડમાંથી 3 અફઘાની નાગરિકોની ઓળખ થઈ છે. જ્યારે પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ અને તેલંગાણા પાસે આવો અલગ ડેટા ઉપલબ્ધ નથી. Previous Post Next Post