મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

નવી દિલ્હી,

યુનાઇટેડ એરલાઇન્સના વિમાનને અધવચ્ચેથી લાસ વેગાસ પરત લાવવું પડ્યું

અમેરિકામાં લાસ વેગાસથી ન્યૂ જર્સી (નેવાર્ક) જતી યુનાઇટેડ એરલાઇન્સની ફ્લાઇટમાં એક મુસાફરને મજાક ભારે પડી હતી. વિમાન હવામાં આશરે 10,000 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું ત્યારે 25 વર્ષીય ડાન્ટે મિલ્ન નામના મુસાફરે તેના સહકર્મીને ટેક્સ્ટ મેસેજ મોકલીને "હું પ્લેન હાઈજેક કરીને ક્રેશ કરી દઈશ" તેવું લખ્યું હતું.

ફ્લાઇટ અટેન્ડન્ટની નજર આ મેસેજ પર પડતાં જ સુરક્ષા એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અને પ્રોટોકોલ મુજબ પાયલટે ત્વરિત નિર્ણય લઈને વિમાનને પરત લાસ વેગાસ એરપોર્ટ પર લેન્ડ કરાવ્યું હતું. લેન્ડિંગ બાદ સુરક્ષા દળોએ ડાન્ટે મિલ્નની અટકાયત કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ દારૂના નશામાં માત્ર મજાક કર્યાનું જણાવ્યું હતું, પરંતુ સુરક્ષા પ્રત્યે બેજવાબદાર વર્તન કરવા બદલ તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

You may also like

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

SIR ડ્રાઈવમાં માત્ર 1,600 વિદેશી નાગરિકો જ મળ્યા

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

મજાક પડી ભારે: ફ્લાઈટ હાઈજેકની ધમકી આપનાર મુસાફર જેલભેગો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો

શ્વાન નિયંત્રણ ડેટા મુદ્દે ગુજરાત સરકારના અધૂરા એફિડેવિટ સામે હાઈકોર્ટના તીખા સવાલો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો

અભિનેતા નસીરુદ્દીન શાહનો 'બૌદ્ધિક નક્સલ' ચહેરો બહુ મોડો ખુલ્લો પડ્યો