આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલા તુર્કીથી ભારત લવાયો: ગુજરાત ATSની મોટી સફળતા

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલા તુર્કીથી ભારત લવાયો: ગુજરાત ATSની મોટી સફળતા

વડોદરા,

દાઉદ ઈબ્રાહિમનો ખાસ ગણાતા કુખ્યાત ડ્રગ્સ તસ્કરની વડોદરાના એમડી ડ્રગ્સ કેસમાં કસ્ટડી મેળવાઈ

આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ નેટવર્ક ચલાવનાર કુખ્યાત માફિયા સલીમ ઇસ્માઇલ ડોલાને વિદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે. અગાઉ ભાગેડુ ગણાતા અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના અત્યંત નજીકના સાગરીત ગણાતા સલીમ ડોલા વિરુદ્ધ રેડ કૉર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેને તુર્કી દેશમાંથી સફળતાપૂર્વક ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો હતો, જ્યાં હવે ગુજરાત ATSએ તેને સત્તાવાર રીતે પોતાની કસ્ટડીમાં લઈ લીધો છે.

સલીમ ડોલા વર્ષ 2022 દરમિયાન વડોદરાના સિંધરોટ ખાતે પકડાયેલા ચકચારી એમડી ડ્રગ્સ ફેક્ટરી અને તસ્કરીના ગંભીર કેસમાં મુખ્ય વાન્ટેડ આરોપી હતો. આ પ્રકરણમાં ગુજરાત ATS દ્વારા અગાઉ અનેક શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં મુખ્ય કડી તરીકે સલીમ ડોલાનું નામ ખૂલવા પામ્યું હતું.

You may also like

દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો

દિવાળી ટાણે ખાનગી ટ્રાવેલ્સમાં 500 રૂપિયાની ટિકિટના 1200 વસૂલાતા ભારે હોબાળો

ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર અને ડે. મેયર પદે અંજના મહેતાની વરણી

ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર અને ડે. મેયર પદે અંજના મહેતાની વરણી

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલા તુર્કીથી ભારત લવાયો: ગુજરાત ATSની મોટી સફળતા

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયા સલીમ ડોલા તુર્કીથી ભારત લવાયો: ગુજરાત ATSની મોટી સફળતા

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ હવે પારદર્શક બસની છત સાથે માણી શકશે રોમાંચક સફર

સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ હવે પારદર્શક બસની છત સાથે માણી શકશે રોમાંચક સફર