ગાંધીનગરના મેયર તરીકે રૂપસિંહ ઠાકોર અને ડે. મેયર પદે અંજના મહેતાની વરણી Nov 03, 2026 ગાંધીનગર,ચૂંટણી પરિણામોના વીસ દિવસ બાદ સ્પષ્ટ થઈ તસવીર; ભાજપે કમાન સંભાળીગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયાના ૨૦ દિવસ લાંબા અંતરાલ બાદ આજે નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે, જેમાં રૂપસિંહ ઠાકોરના શિરે મેયરપદનો તાજ મુકાયો છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે અંજના મહેતાની પસંદગી કરવામાં આવી છે. ભાજપના શહેર પ્રભારી મેન્ડેટ લઈને કચેરી પહોંચ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ હતી અને મહત્ત્વપૂર્ણ પદો પર નામોની જાહેરાત કરાઈ હતી.નવી વરણી અંતર્ગત માત્ર ૨૯ વર્ષીય અને પ્રથમ વખત જ ચૂંટણી લડીને મનપામાં પહોંચેલા રૂપસિંહ ઠાકોરને ગાંધીનગરના નવા મેયર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર પદે અંજના મહેતાની વરણી થઈ છે. આ ઉપરાંત, મનપાની અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. Previous Post Next Post