સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ હવે પારદર્શક બસની છત સાથે માણી શકશે રોમાંચક સફર Nov 03, 2026 એકતાનગર,ગુજરાત એસ.ટી.ની ઐતિહાસિક પહેલ: દેશની પ્રથમ વિસ્ટાડોમ 'એસી બસ' શરૂગુજરાત ટુરિઝમ અને એસ.ટી. નિગમના સંયુક્ત ઉપક્રમે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમાન 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' (એકતાનગર) ખાતે દેશમાં પ્રથમવાર અત્યાધુનિક પારદર્શક છતવાળી 'એસી વિસ્ટાડોમ કોચ' બસ સેવાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે.આ અતિ-આધુનિક બસોમાં મુસાફરો માટે ૩૬૦ ડિગ્રી ફરી શકે તેવી કુલ ૨૩ આરામદાયક સીટો, કુદરતી નજારા માણી શકાય તે માટેની ખાસ ટ્રાન્સપરન્ટ રૂફ (પારદર્શક છત), મનોરંજન માટે એલઇડી ટીવી તેમજ મિની ફ્રિજ જેવી અનેકવિધ લક્ઝરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. હાલમાં કુલ ૫ બસોના આ પ્રોજેક્ટ અંતર્ગત ૨ બસો પ્રવાસીઓ માટે કાર્યરત કરી દેવામાં આવી છે, જેની ટિકિટ મુસાફરો GSRTC ની વેબસાઈટ પરથી ઓનલાઈન બુક કરી શકશે. આગામી સમયમાં કચ્છના પ્રખ્યાત 'રણોત્સવ' અને અન્ય હેરિટેજ રૂટ્સ પર પણ આ સેવાનો વિસ્તાર કરવાનું આયોજન છે. Previous Post Next Post