આઈ.આઈ.ટી બોમ્બેમાં ચેટ-જીપીટીથી પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીનો આપઘાત

આઈ.આઈ.ટી બોમ્બેમાં ચેટ-જીપીટીથી પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીનો આપઘાત

મુંબઈ,

ઘટનાના વિરોધમાં ઉગ્ર છાત્ર પ્રદર્શનને લઈને પરીક્ષા સ્થગિત 

દેશની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી સંસ્થા આઈઆઈટી  બોમ્બેમાં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા 19 વર્ષીય દ્વિતીય વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેએ હોસ્ટેલના રૂમમાં જીવનનો અંત આણી દીધો હતો. પરીક્ષા દરમિયાન મોબાઈલ ફોન દ્વારા AI ટૂલ ચેટજીપીટીનો ઉપયોગ કરવાના મામલા બાદ આ પગલું ભરવામાં આવતા શૈક્ષણિક જગતમાં હલચલ મચી ગઈ હતી. ઘટનાના વિરોધમાં કેમ્પસમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું, જેના કારણે મિડ-સેમેસ્ટર પરીક્ષાઓ હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી હતી.

શુક્રવારે દિવસ દરમિયાન ચાલી રહેલી પરીક્ષા દરમિયાન સાહિલ વાકોડેને પરીક્ષા હોલમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ પરીક્ષાનો પ્રશ્નપત્ર ચેટજીપીટી પર અપલોડ કરીને તેના જવાબો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સંસ્થા અને વિભાગીય વડા દ્વારા આ મામલે કોઈ પણ પ્રકારની કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઇન્સ્ટ્રક્ટર અને વિભાગના વડાએ વિદ્યાર્થી સાથે વાતચીત કરી હતી અને તેને સમજાવ્યું હતું કે આ ઘટનાની તેની શૈક્ષણિક કારકિર્દી પર કોઈ પણ માઠી અસર પડશે નહીં. આ ઘટના બાદ સાહિલ પોતાના હોસ્ટેલ નંબર 4 ના રૂમમાં પરત ફર્યો હતો. જ્યાં તેણે કથિત રીતે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન