ગાંધીનગરથી ગરબા રમી પરત ફરતા કાર અકસ્માતમાં રાજકોટની યુવતી સહિત ત્રણના મોત Oct 20, 2026 ગાંધીનગર,કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી; મૃતકોમાં રાજકોટની MBBSની વિદ્યાર્થીની પણ સામેલગાંધીનગરમાં નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમીને અમદાવાદ પરત ફરી રહેલા બે યુવતી અને બે યુવાનોની કારનો અડાલજ ત્રિમંદિર પાસે મધ્યરાત્રિ બાદ અકસ્માત થયો હતો. પુરપાટ ઝડપે જઈ રહેલી કાર અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ ડિવાઈડર સાથે જોરદાર ધડાકાભેર અથડાઈને પલટી મારી ગઈ હતી. આ દુર્ઘટનામાં બે યુવતીઓ અને એક યુવક સહિત કુલ ત્રણ આશાસ્પદ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.મૃતકોમાં રાજકોટની મૂળ નિવાસી અને અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાં MBBSના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી આસ્થા નામની યુવતીનો પણ સમાવેશ થાય છે. ધડાકો એટલો ભયાનક હતો કે કારનો કૂચડો વળી ગયો હતો અને સ્થાનિકો તથા પોલીસે ભારે જહમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.અડાલજ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ બનાવ અંગે મૃતક યુવાનોના પરિવારજનોને જાણ કરવામાં આવતા જ હોસ્પિટલ પરિસરમાં કરુણ ક્રંદન છવાઈ ગયું હતું. નવરાત્રિના ઉત્સવ વચ્ચે બનેલી આ કરૂણાંતિકાથી રાજકોટ અને અમદાવાદના શૈક્ષણિક વર્તુળો તેમજ પરિવારજનોમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. Previous Post Next Post