વંદે માતરમ્ ગાન મુદ્દે ઇમરાન ખેડાવાલાનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપાયો Sep 12, 2026 ગાંધીનગર,સમગ્ર ઘટનાના વીડિયો ફૂટેજ જોયા બાદગુજરાત વિધાનસભા ગૃહમાં સત્રના પ્રથમ દિવસે રાષ્ટ્રગાન 'વંદે માતરમ્'ના ગાન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગૃહમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મામલો ગૃહની વિશેષાધિકાર સમિતિને સોંપવાનો નિર્ણય કર્યો છે.ગૃહમાં જ્યારે 'વંદે માતરમ્'નું ગાન ચાલી રહ્યું હતું, ત્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા શરૂઆતમાં ઊભા થયા હતા, પરંતુ ગાન પૂર્ણ થાય તે પહેલા જ વચ્ચેથી બેસી ગયા હતા. નાયબ મુખ્યમંત્રી દ્વારા આ બાબતને ગૃહમાં વિશેષાધિકાર ભંગના મુદ્દા તરીકે ઉઠાવવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે ઘટનાના વીડિયો ફૂટેજ જોયા બાદ આ સમગ્ર મામલો વિશેષાધિકાર સમિતિને સોંપ્યો છે. ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આશરે 13 વર્ષના લાંબા ગાળા બાદ કોઈ ધારાસભ્યનો મામલો વિશેષાધિકાર સમિતિને સોંપવામાં આવ્યો છે, અધ્યક્ષે સ્પષ્ટ કર્યું હતું કે બંધારણના શપથ લઈને ગૃહમાં આવતા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પાસેથી નિયમોના પાલનની અપેક્ષા સામાન્ય નાગરિકો કરતાં વધુ હોય છે અને ગૃહના નિયમો તથા ગરિમાનું અપમાન બિલકુલ ચલાવી લેવાય નહીં. Previous Post Next Post