અમદાવાદમાં ખાદ્યપદાર્થના પેકેટો પર નામ, ઘટક સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત

અમદાવાદમાં ખાદ્યપદાર્થના પેકેટો પર નામ, ઘટક સહિતની વિગતો દર્શાવવી ફરજિયાત

અમદાવાદ,

કાગળ પર કરાયેલા નિયમોની અમલવારી થશે કે કેમ તે અંગે મત-મતાંતર

અમદાવાદ શહેરમાં શેરીએ શેરીએ આવેલી હોટેલ-રેસ્ટોરન્ટથી લઈને લારીઓ સુધી વેચાતા અખાદ્ય ખોરાકના દૂષણને કાબૂમાં લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં વેચાતા તમામ ખાદ્ય પદાર્થો પર નામ, ઘટક અને પોષક તત્ત્વો વગેરે જેવી તમામ જરૂરી વિગતો દર્શાવતું લેબલ લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. જોકે, ભૂતકાળમાં પણ છૂટક વેચાતી મીઠાઈઓ પર ઉત્પાદન તારીખ (મેન્યુફેક્ચરિંગ ડેટ) અને એક્સપાયરી ડેટ લખવાની સૂચના આપવામાં આવી હતી, પરંતુ સમય જતાં તેનું પાલન ધીમે ધીમે બંધ થઈ ગયું છે.

અમદાવાદમાં અગાઉ પણ કેટલીક મહત્ત્વની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં હોટેલ-રેસ્ટોરન્ટના રસોડાનું ગ્રાહકો સમક્ષ લાઈવ સ્ટ્રિમિંગ કરવું તથા દુકાનોમાં મીઠાઈ અને ફરસાણના પ્રાથમિક ટેસ્ટિંગ માટેની કિટ રાખવી વગેરેનો સમાવેશ થાય છે. આ કવાયતના ભાગરૂપે મ્યુનિ.ના ફૂડ વિભાગે ગુજરાત બેકર્સ એસોસિએશનના 100થી વધુ સભ્યો સાથે એક મહત્ત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં તમામ વેપારીઓને યોગ્ય પેકેજિંગ કરવા અને ફરજિયાત લેબલિંગની જોગવાઈઓનો ચૂસ્તપણે અમલ કરવા કડક તાકીદ કરવામાં આવી છે. આ નિયમોનું અનાદર કરનાર કે પાલન ન કરનાર ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે

બીજી તરફ, અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણના વેપારીઓ માટે પોતાની દુકાનમાં 'રેપિડ ફૂડ ટેસ્ટિંગ કિટ' રાખવી ફરજિયાત કરવામાં આવી છે, પરંતુ મોટાભાગની દુકાનોમાં હજુ સુધી આ કિટ રાખવામાં આવી નથી.

You may also like

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

ગુજરાત સરકારે એક વર્ષમાં પેટ્રોલ ડીઝલથી રૂ. 21,992 કરોડની કમાણી કરી

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

દિલ્હી-યૂપી સહિત દેશના 20 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાની પવનનું એલર્ટ

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

માતા ત્રિશલાને આવેલ ૧૪ સ્વપ્નોના લાભ લેતા જૈન ભાવિકો

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ

સોમવારથી મંગલમૂર્તિના જાજરમાન મહાઉત્સવનો મંગલ પ્રારંભ