કોકરોચ જનતા પાર્ટીના રાંકા અને સૌરવની તિહાર જેલ કસ્ટડી માં બે દિવસનો વધારો

કોકરોચ જનતા પાર્ટીના રાંકા અને સૌરવની તિહાર જેલ કસ્ટડી માં બે દિવસનો વધારો

નવી દિલ્હી,

પ્રતિબંધિત વિસ્તારમાં તિરંગો લહેરાવવા બદલ કરાઈ હતી અટકાયત

દિલ્હીના ઐતિહાસિક જંતર મંતર પર પ્રતિબંધ હોવા છતાં ઘૂસીને તિરંગો લહેરાવવાના કેસમાં અટકાયત કરાયેલા 'કોકરોચ જનતા પાર્ટી'ના નેતાઓ આશુતોષ રાન્કા અને સૌરવ દાસની પાંચ દિવસની ન્યાયિક કસ્ટડી પૂર્ણ થયા બાદ સોમવારે બંનેને તિહાર જેલમાંથી મંદિર માર્ગ પોલીસ સ્ટેશન ખાતે સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમની ન્યાયિક કસ્ટડી વધુ બે દિવસ માટે લંબાવવાનો આદેશ કરાયો છે.

ગત ૧૪મી ઓક્ટોબરના રોજ જંતર મંતર પર બનેલી આ ઘટના બાદ પોલીસ દ્વારા બંને સામે કાયદેસરની કાર્યવાહી કરી કસ્ટડીમાં મોકલાયા હતા. હવે બંનેને બુધવારે ફરીથી અદાલતમાં રજૂ કરવામાં આવશે. બીજી તરફ સીજેપીના લીગલ હેડ રત્ના સિંઘે આ કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી સમગ્ર પ્રક્રિયાને આંદોલનકારીઓને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ સાથે જ, ડાબેરી વિદ્યાર્થી સંગઠન એઆઈએસએના પ્રમુખ નેહા બોરાને શાંતિ જાળવવા બદલ ₹૧૦,૦૦૦ના પર્સનલ બોન્ડ સાઇન કરવા માટે સ્પે. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા પાઠવાયેલી નોટિસને તેમણે દિલ્હી હાઈકોર્ટમાં પડકારી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!