રાજકોટમાં દશેરાએ લોકો એક જ દિવસમાં ૩.૫૦ કરોડના ફાફડા-જલેબી ઝાપટી ગયા! Oct 21, 2026 રાજકોટ,વિજયાદશમીના પર્વ પર ૫૦ હજાર કિલોથી વધુ જલેબી-ફાફડાનો સ્વાદીય ઉપભોગરાજકોટના નાગરિકોએ દશેરાની ઉજવણી દરમિયાન ફાફડા અને જલેબીના ચટાકા માણવામાં કોઈ કસર છોડી ન હતી. રાજકોટમાં માત્ર એક જ દિવસમાં આશરે રૂપિયા ૩.૫૦ કરોડની કિંમતના ૫૦ હજાર કિલો જેટલા જલેબી અને ફાફડા ચટાકાભેર ખવાયા હતા.શહેરના વિવિધ વિસ્તારો અને નામાંકિત ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી. તહેવારના આ ખાસ દિવસે રાજકોટવાસીઓમાં ફાફડા-જલેબી ખાવાની પરંપરા દર વર્ષની જેમ આ વર્ષે પણ જોરશોરથી જળવાઈ રહી હતી, જેના કારણે વેપારીઓમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો. Previous Post Next Post