સિદ્ધપુર સ્ટેશન પર ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ હંગામી ધોરણે રદ

સિદ્ધપુર સ્ટેશન પર ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનનું સ્ટોપેજ હંગામી ધોરણે રદ

રાજકોટ,

પ્લેટફોર્મ વિસ્તરણ અને ઊંચાઈ વધારવાની કામગીરીને કારણે તંત્ર દ્વારા લેવાયો નિર્ણય

અમદાવાદ-પાલનપુર રેલખંડ પર આવતા મહત્ત્વના સિદ્ધપુર રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મની કાયાપલટ કરવાનું આયોજન કરાયું છે. સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2ના બંને છેડે 70-70 મીટરનું વિસ્તરણ કરવાની સાથેસાથે તેની ઊંચાઈ વધારવાની વિશેષ કામગીરી હાલ ચાલી રહી છે. આ વિકાસના કાર્યોને કારણે રેલ વ્યવહાર પર અસર પડી છે, જેના ભાગરૂપે ટ્રેન નંબર 09523 ઓખા-શકૂરબસ્તી સ્પેશિયલ ટ્રેનનું સિદ્ધપુર સ્ટેશન પરનું નિર્ધારિત સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરવામાં આવ્યું છે.

ઓખાથી ઉપડીને શકૂરબસ્તી તરફ જતી આ વિશેષ ટ્રેન ચોક્કસ તારીખોએ સિદ્ધપુર સ્ટેશન પર રોકાશે નહીં. જેમાં તારીખ 20 ઓક્ટોબર, 27 ઓક્ટોબર, 3 નવેમ્બર અને 10 નવેમ્બર 2026ના રોજ આ ટ્રેન સિદ્ધપુર સ્ટેશન પર ઉભી રહેશે નહીં. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને અગાઉથી જ આ અંગે માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી ટ્રેન દ્વારા અવરજવર કરતા પ્રવાસીઓને અસુવિધા ન થાય.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!