રૂપાલ ગામમાં આજે 27 ચકલાઓમાં લાખો લિટર શુદ્ધ ઘીના અભિષેકથી નદીઓ વહેશે Oct 19, 2026 ગાંધીનગર,5000 વર્ષ જૂની પરંપરા મુજબ મા વરદાયિનીની ઐતિહાસિક પલ્લી યોજાશેઆસો નવરાત્રિની આઠમ અને નોમની સંધ્યાએ ગાંધીનગર તાલુકાના પવિત્ર રૂપાલ ગામે જગતજનની મા વરદાયિનીની વિશ્વપ્રસિદ્ધ અને ઐતિહાસિક ‘રૂપાલની પલ્લી’ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. પાંડવકાળથી અવિરત ચાલી આવતી આશરે 5,000 વર્ષ જૂની પાવન પરંપરા મુજબ મધરાતે 12 વાગ્યા બાદ માતાજીની દિવ્ય પલ્લી નિજ મંદિર પરિસરમાંથી પ્રસ્થાન કરશે.આ પલ્લી રૂપાલ ગામના નિર્ધારિત 27 ચકલાઓમાં પરિભ્રમણ કરશે. લાખો શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરવા માટે માતાજીના રથ પર પીપડા અને વાસણો ભરીને લાખો લિટર શુદ્ધ દેશી ઘીનોઅભિષેક કરશે, જેના કારણે ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેતી હોય તેવો અદ્ભુત અને દિવ્ય નજારો સર્જાશે.ખીજડાના લાકડામાંથી કોઈપણ ખીલી વગર શાસ્ત્રોક્ત વિધિથી તૈયાર કરાતી આ પલ્લીમાં રૂપાલ ગામના સુથાર, કુંભાર, વાળંદ અને મુસ્લિમ સમાજ સહિતના વિવિધ વર્ગોનો પરંપરાગત સહયોગ રહે છે. રસ્તાઓ પર વિપુલ પ્રમાણમાં ઘી ઢોળાવા છતાં કોઈ ભક્ત લપસી પડતો નથી કે દુર્ગંધ ફેલાતી નથી. Previous Post Next Post