અરબ સાગરમાં ભારતીય નેવીએ ચાંચિયાઓના પંજામાંથી 20 ક્રૂ મેમ્બર્સ અને જહાજ મુક્ત કરાવ્યા

અરબ સાગરમાં ભારતીય નેવીએ ચાંચિયાઓના પંજામાંથી 20 ક્રૂ મેમ્બર્સ અને જહાજ મુક્ત કરાવ્યા

નવી દિલ્હી ,

48 કલાક ચાલેલા સાહસિક રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારતીય નૌકાદળે દેખાડ્યુ અદમ્ય શૌર્ય

સમુદ્રી ચાંચિયાઓના કબજામાં ફસાયેલી ફિશિંગ બોટ 'અજિની' અને તેના પર સવાર 20 ક્રૂ મેમ્બર્સને ભારતીય નેવીએ હેમખેમ બચાવી લીધા છે. મુંબઈથી હજારો કિલોમીટર દૂર મધ દરિયે ચાલી રહેલા આ જોખમી ઓપરેશને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નૌકાદળની તાકાત અને સજ્જતા ફરી એકવાર સાબિત કરી દીધી છે.

ચાંચિયાઓએ આ જહાજને પોતાના કબજામાં લીધા બાદ ભારતીય નૌકાદળને તેની માહિતી મળી હતી, જેના પગલે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતત 48 કલાક સુધી ચાલેલા આ અત્યંત જોખમી રેસ્ક્યૂ અભિયાનને અંતે નૌકાદળના જવાનોએ તમામ 20  ક્રૂ સભ્યોને સુરક્ષિત મુક્ત કરાવવામાં મોટી સફળતા મેળવી હતી. આ ગૌરવપૂર્ણ સફળતા બદલ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા ભારતીય નૌકાદળના જવાનોના અદમ્ય સાહસ અને શૌર્યની મુક્તકંઠે પ્રશંસા કરવામાં આવી છે.

You may also like

થલતેજ આગકાંડ: મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

થલતેજ આગકાંડ: મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં જીવ બચાવવા કૂદેલા રાજકોટના યુવકનું મોત

પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું રણમેદાન ન બનવું જોઈએ: ટ્રમ્પને શી જિનપિંગની ગંભીર ચેતવણી

પશ્ચિમ એશિયા મહાસત્તાઓનું રણમેદાન ન બનવું જોઈએ: ટ્રમ્પને શી જિનપિંગની ગંભીર ચેતવણી

અરબ સાગરમાં ભારતીય નેવીએ ચાંચિયાઓના પંજામાંથી 20 ક્રૂ મેમ્બર્સ અને જહાજ મુક્ત કરાવ્યા

અરબ સાગરમાં ભારતીય નેવીએ ચાંચિયાઓના પંજામાંથી 20 ક્રૂ મેમ્બર્સ અને જહાજ મુક્ત કરાવ્યા

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 'મુરાસુ' વાવાઝોડાનું તાંડવ, જનજીવન અસ્તવ્યસ્ત

આંધ્રપ્રદેશના દરિયાકાંઠે 'મુરાસુ' વાવાઝોડાનું તાંડવ, જનજીવન અસ્તવ્યસ્ત