ખાનગી સ્કૂલો જેવી અદ્યતન સુવિધાઓ સાથેનું નવતર આયોજન

ખાનગી સ્કૂલો જેવી અદ્યતન સુવિધાઓ સાથેનું નવતર આયોજન

રાજકોટ,

કોકરોચ જનતા પાર્ટીના અભિયાનની અસર?

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શહેરમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને સરકારી શાળાઓને નવું રૂપ આપવા માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ આધુનિકીકરણના ભાગરૂપે કુલ ૬ સરકારી શાળાઓને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહી છે, જેનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓ જેવું જ શિક્ષણ અને વાતાવરણ પૂરું પાડવાનો છે.

રાજકોટની સરકારી શાળાઓ હવે હાઈ-ટેક બનશે

શિક્ષણ સમિતિના આ પ્રયાસ હેઠળ શહેરની જૂની અને જર્જરિત થઈ ગયેલી શાળાઓને પસંદ કરી તેને નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે ૩ શાળાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જે લોકાર્પણ માટે સંપૂર્ણ સજ્જ છે. જેમાં ભક્તિનગર સર્કલ પાસે આવેલી ડો. એની બેસન્ટ પ્રાથમિક શાળા (શાળા નં. ૨૬) અને રૈયાનાકા ટાવર પાસે આવેલી વર્ષો જૂની બાવાજીરાવ પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય ૩ શાળાઓનું બાંધકામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે આગામી ૬ થી ૮ મહિનામાં વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય શાળા પાસે આવેલી મહાત્મા ગાંધી સ્કૂલ (શાળા નં. ૧૧)નું કામ આગામી ૩ થી ૪ માસમાં પૂર્ણ થઈ જશે, જ્યારે બજરંગવાડીની ડો. હેડગેવાર શાળા (શાળા નં. ૭૪), અમૃત ઘાયલ હોલ પાસે આવેલી શિવ શક્તિ શાળા અને શાળા નંબર ૪૭ અકબરી પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય આગામી થોડા મહિનાઓમાં પૂર્ણ થશે.

શાળાઓમાં કેવી હશે સુવિધા

મહાનગરપાલિકા અને રાજ્ય સરકારના 'સર્વ શિક્ષા અભિયાન'ના સંયુક્ત સહયોગથી તૈયાર થઈ રહેલી આ નવી શાળાઓમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દરેક વર્ગખંડ ૨૦x૨૦ ફૂટના વિશાળ કદના રાખવામાં આવ્યા છે, જે હવાની અવરજવર અને કુદરતી પ્રકાશથી ભરપૂર રહેશે. આરામદાયક વાતાવરણ માટે દરેક રૂમ અને લોબીમાં ૪-૪ પંખાઓની સુવિધા આપવામાં આવી છે. સાથે જ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત વિદ્યાર્થીઓની સુવિધા માટે પ્રાર્થના હોલ, મધ્યાહન ભોજન માટે એક અલગ અને વ્યવસ્થિત શેડ તેમજ રમતના મેદાન જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવીને સરકારી શાળાઓને આધુનિક શિક્ષણના કેન્દ્રો બનાવવાની દિશામાં મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ