રેલવે સ્ટેશન માસ્ટરની પરીક્ષા હવે અલગથી, બેને બદલે માત્ર એક જ CBT લેવાશે Oct 10, 2026 નવી દિલ્હી,૧૦૦ ગુણની ૧૨૦ મિનિટની એક જ લેખિત પરીક્ષા અને *CBAT*ના આધારે આખરી મેરિટરેલવે બોર્ડના નવા આદેશ મુજબ હવે સ્ટેશન માસ્ટરની ભરતી માટે અલગથી કેન્દ્રીયકૃત રોજગાર સૂચના જાહેર કરવામાં આવશે. અત્યાર સુધી આ ભરતી RRB NTPC ગ્રેજ્યુએટ લેવલની સંયુક્ત પરીક્ષા સાથે યોજાતી હતી, પરંતુ હવેથી તેની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે અલગથી યોજવામાં આવશે. આ ઉપરાંત સૌથી મોટો બદલાવ લેખિત પરીક્ષાની પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. પૂર્વે લેવાતી બે તબક્કાની (CBT-1 અને CBT-2) પરીક્ષાને બદલે હવે માત્ર એક જ તબક્કામાં કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ લેવાશે. આ ૧૦૦ ગુણની પરીક્ષા માટે ઉમેદવારોને ૧૨૦ મિનિટનો સમય આપવામાં આવશે. આ પરીક્ષાના મેરિટના આધારે જગ્યાઓ કરતા ૮ ગણા ઉમેદવારોને 'કમ્પ્યુટર બેઝ્ડ એપ્ટિટ્યુડ ટેસ્ટ' માટે બોલાવવામાં આવશે. આખરી સિલેક્શન માટે એક જ તબક્કાની CBT પરીક્ષાના ૭૦% અને CBATના ૩૦% વેટેજ ગણીને ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરાશે. ગ્રેજ્યુએટ યોગ્યતા ધરાવતા ઉમેદવારો માટે લેવલ-૬ પે-સ્કેલ અને A-2 મેડિકલ સ્ટાન્ડર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. Previous Post Next Post